ચાલુ શૈક્ષણિક વર્ષના દિવાળી વેકેશન ની તારીખો કરવામાં આવી જાહેર, આટલા દિવસ નું જાહેર કરાયું દિવાળી વેકેશન

236

રાજ્યમાં શૈક્ષણિક 2020-21 માટે શિક્ષણ વિભાગ દ્વારા દિવાળી વેકેશન ની તારીખો જાહેર કરવામાં આવી છે. આ અંગે નો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્ર માં નોંધવામાં આવ્યું છે કે આ વર્ષે માત્ર ૨૧ દિવસનું દિવાળી વેકેશન હશે.29-10-2020 થી 18-11-2020 સુધીનું દિવાળી વેકેશન રહેશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર તૈયાર કરવામાં આવતું હોય છે.

આ વર્ષે કોરોના મહામારી ના કારણે છેલ્લા છ મહિનાથી શાળાઓ બંધ છે ત્યારે કોરોના ના કારણે પ્રત્યેક શૈક્ષણિક કાર્ય શરૂ થયું નથી. જેથી કૅલેન્ડર પણ નિયત થયેલ નથી. કોરોનાની મહામારી ના કારણે દિવાળીના વેકેશન પછી શાળા-કોલેજ ખૂલવાની સંભાવના છે. દિવાળી વેકેશન ટૂંકો હશે.

આવા સંજોગોમાં સ્ટાફ માટે દિવાળી વેકેશનના સમય અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. સરકાર મંજૂરી બાદ દિવાળી વેકેશનનો સમયગાળો નિયત કરવામાં આવ્યો છે.

કોરોનાની મહામારી ના કારણે આ વર્ષે દિવાળી વેકેશન 29 ઓક્ટોબર થી 18 નવેમ્બર સુધીનો રહેશે.

 નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!