સોશિયલ મીડિયા પર ઘણા એવા અકસ્માત ના વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે ધ્રુજી જઈએ છીએ. હાલમાં સુરતમાંથી એક વીડિયો વાયરલ થયો છે જેમાં સુરતના નાની વેડ પાસે ફુલ સ્પીડ એક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ફાર્મ હાઉસના ગેટ સાથે ભટકાડી હતી.
જે સમગ્ર બનાવ સીસીટીવી માં કેદ થયો છે, સીસીટીવી માં જોઈ શકાય છે કે કાર ઓવર સ્પીડમાં જ હતી. જેના કારણે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ફાર્મના ગેટ સાથે અથડાઈ હતી. આ બેકાબૂ કારની અડફેટે એક મોપેડ ચાલક બચી ગયો છે, પરંતુ કાર ફાર્મ હાઉસના ગેટ સાથે અથડાય એટલે કાર ચાલક પકડાઈ જવાના ડરથી ત્યાંથી ભાગી ગયો હતો.
સમગ્ર બનાવ સામે આવતા સીસીટીવી માં જોવા મળ્યું હતું કે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક મોપેડ ચાલક નો આ ઘટનામાં બચાવ થયો હતો. સીસીટીવી માં જોઈ શકાય છે કે આ બનાવવામાં કારના આગળના ભાગે નુકસાન થયું હતું. તેમજ આ કાર ફાર્મ હાઉસના ગેટ સાથે અથડાતા લોકો સ્થળ પર દોડી આવ્યા હતા.
પરંતુ ત્યાં સુધીમાં કાર ચાલક પોતાની કાર લઈને ત્યાંથી જતો રહ્યો હતો. સ્થાનિક રહીશ મનસુખ કાકડીયા એ જણાવ્યું કે, નાનીવેડ ગુરુકૃપા સોસાયટી પાસે સેવન થ્રી ફાર્મ ગાર્ડન આવેલું છે. ગતરાત્રિના દસ વાગ્યાના સમયે એક કાર ચાલક કાર લઈને આવ્યો ત્યાં એક વળાંક છે અને વળાંક લેતા જ ત્યાં કિચડ હતું તેના કારણે ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ડિવાઇડર સાથે અથડાવવા જતી હતી.
સુરતના રસ્તાઓ પર બેફામ કાર ચાલકો…! ગણતરીની સેકન્ડમાં કાર ચાલક અકસ્માત સર્જી ફરાર#surat #RoadAccident #accident #ZEE24KALAK #CCTV pic.twitter.com/WeKWFiPRAn
— Zee 24 Kalak (@Zee24Kalak) September 20, 2023
. પરંતુ ત્યાંથી કાર સીધી કરવા જતા કાર ગેટ સાથે કાર અથડાઈ હતી. આ બનાવ બન્યા બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જેને લઈને પોલીસને આ અંગે કોઈ જાણ થઈ ન હતી. જોકે બનાવો અંગે બીજા દિવસે સીસીટીવી વાયરલ થતા પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment