આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડિયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. ઝાલોદમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તુફાન ગાડી વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલી છે.
વિદ્યાર્થીઓ જોખમી મુસાફરી કરી રહ્યા છે, અને બસમાં ન જાય તેટલા વિદ્યાર્થીઓ તુફાન ગાડીમાં ભર્યા છે. જેમાં વિદ્યાર્થીઓ વાનની છત પર અને પાછળ લટકી શાળાએ જઈ રહ્યા છે. આ વિડીયો દાહોદના ઝાલોદ નો હોવાનું જાણવા મળ્યું છે,
જીવના જોખમ એ શાળાએ જતા વિદ્યાર્થીઓ રાજ્યમાં વાહન વ્યવહાર અને બાળકોની સલામતીને લઈને અનેક સવાલો ઊભા કરે છે. આ વીડિયોમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે, આ રીતે મુસાફરી કરવાથી ઘણી વખત અકસ્માત પણ સર્જાય છે.
આ વિડીયો સામે અમિત ચડાએ સરકાર પર પ્રહારો કર્યા છે. વીડિયોને સંબોધીને ટ્વીટમાં તેમણે લખ્યું કે, ગુજરાતમાં ડબલ એન્જિન સરકારમાં રાજકીય કાર્યક્રમ માટે એસટી બસ ગોઠવાઈ જાય પરંતુ બાળકોને સ્કૂલ જવા માટે બસ ના મુકાય !
વિકાસના બણગા ફૂટતી સરકારની જમીની વાસ્તવિકતા, જેમાં વિદ્યાર્થીઓ વાનની ઉપર બેસીને જઈ રહ્યા છે. કોઈ કારણોસર અકસ્માત સર્જાય તો તમામ વિદ્યાર્થીઓને ઈજા પણ પહોંચી શકે છે. આ રીતે સવારી કરતા વિદ્યાર્થીનો વિડીયો જોઈને લોકો બાળકોની સલામતીને લઈને અનેક સવાલો ઊભા કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment