1 લીંબુ માટે પરિવારમાં થઈ ગયો ડખો : સાસુ-નણંદ અને જેઠાણીએ મળીને વહુનો જીવ લઇ લીધો – જાણો સમગ્ર ઘટના….

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે. તમે કેટલી એવી ઘટનાઓ સાંભળી હશે. જેમાં લોકો નાની નાની વાતમાં એક બીજાનો જીવ લઈ લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક લીંબુ માટે એક મહિલાનો જીવ લઈ લેવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર લીંબુ તોડવાના વિભાગમાં સાસુએ વહુનો જીવ લઇ લીધો હતો. મળતી માહિતી અનુસાર સાસુમાં તિરુપતિ દેવીનો પોતાની વહુ કાજલ સાથે લીંબુ તોડવાની લઈને માથાકુટ થઇ હતી. માથાકૂટ એટલી વધી ગઇ કે સાસુ, નણંદ અને જેઠ-જેઠાણીએ સાથે મળીને વહુની ધોલાઈ કરી હતી.

આનાથી પણ તેમનું મન ન ભરાયું હતું. પછી દોરડા વડે બધાએ ભેગા મળીને વહુને ગળાફાંસો આપી દીધો હતો જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બુધવારના રોજ ચેનપુર ગામમાં બની હતી. ઘટના બનતા જ ગામના લોકો ઘટના સ્થળે ભેગા થઇ ગયા હતા.

ગામના લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતદેહને કબજે લઇને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી કાજલની માતાની ફરિયાદના આધારે પોલીસે સાસુ અને નણંદની ધરપકડ કરી છે.

આ ઘટના બન્યા બાદ જેઠ જેઠાણી ફરાર થઈ ગયા હતા. હાલમાં પોલીસે તેની શોધખોળ કરી રહી છે. આ સમગ્ર ઘટનાને લઇને કાજલની સાસુએ જણાવ્યું કે, લીંબુને લઈને કોઈ વિવાદ થયો ન હતો.

પુત્રવધુ કાજલ અને મારી દીકરી વચ્ચે રસોઈ બનાવવાની લઈને માથાકુટ થઇ હતી. ત્યારબાદ મેં બંનેને સમજાવીને શાંત પાડી હતી. ત્યારબાદ સાંજે હું મારી દીકરી સાથે બજારમાં ગઈ હતી. પાછા આવીને જોયું ત્યારે કાજલ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*