કાળઝાળ ગરમીમાં ઘરના આંગણામાં આવેલા કબુતર માટે દાદાએ એવું કામ કર્યું કે… લોકો બે મોઢે કરી રહ્યા છે દાદાના વખાણ… જોઈ લો આ વિડીયો…

માર્ચ મહિનો પૂરો થઈ ગયો છે અને એપ્રિલ મહિનાની વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે, તેમાં ઉનાળાની ઋતુની અંદર કાળઝાળ ગરમી અત્યારના સમયમાં પડી રહી છે. વાત કરીએ તો ભારતની અંદર બધા શહેરો આવેલા છે, જેની અંદર ઘણા બધા શહેરોની અંદર તાપમાનનો પારો 40 થી વધારે સુધી પહોંચી ગયો છે. તેવામાં અત્યારે રોડ રસ્તા ઉપર ભારે ગરમીની અસર જોવા મળી રહી છે, અને તેના કારણે મનુષ્યને તો ભારે ગરમી સહન કરવી પડે છે.

તેવામાં પશુ પક્ષીઓ અને પ્રાણીઓ પણ લાચાર બની ગયા છે, તેમાં ઘણી વખત લોકો પોતાના પાળતું પ્રાણીઓ અને રસ્તાઓ પર રહેતા પ્રાણીઓને ખોરાક અને પાણી આપે છે. તેને આવી કાળઝાળ ગરમી માંથી ખૂબ જ રાહત મળે છે, ખાસ કરીને આકાશમાં ઉડતા પક્ષીઓ ઉપર લોકો વધારે ધ્યાન આપતા નથી. તેને કારણે જ્યારે કેટલાક લોકો આકાશમાં ઉડતા પશુ પક્ષીઓનું પણ ખૂબ જ ધ્યાન રાખતા હોય છે.

આવી જ એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર અત્યારે ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે. ખાસ કરીને ભારતીય વનસેવા અધિકારી સુશાંત નંદા અવારનવાર સુંદર પ્રાણી પક્ષીઓને લગતા ખૂબ જ સારા એવા વિડીયો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરે છે. થોડા દિવસો પહેલા જ પોતાના મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, આ વિડીયો જોઈને લોકો તેમના વખાણ ખૂબ જ મોટી માત્રામાં કરી રહ્યા છે.

ખાસ કરીને તેમણે જણાવ્યું કે લોકોને પણ પૃથ્વી ઉપર રહેતા તેમના સાથી જીવો પ્રત્યે સહાનુભૂતિ હોવી જરૂરી છે. વિડીયો ઉપર તેમને લખ્યું હતું કે ભારત છેલ્લા 121 વર્ષની અંદર માર્ચ મહિનાનો સૌથી વધારે ગરમ મહિનો જોયો છે. હવામાન માર્ચ મહિનાની અંદર 1.86 ડિગ્રી સેલ્સિયસ થી પણ વધારે જોવા મળે છે. આ ઉપરાંત આવનારા એપ્રિલ મહિનાની અંદર પણ તાપમાન ની અંદર કોઈપણ પ્રકારનો સુધારો આવશે નહીં.

તેને કારણે જ આપણે આપણા પૃથ્વીના સાથી જીવન સાથે સહાનુભૂતિથી જીવન જીવવું જોઈએ. એક વીડિયોની અંદર એક વ્યક્તિ રોડની બાજુની અંદર ખુરશી લઈને બેઠો હતો. તેવામાં પાઇપ વડે રસ્તા ઉપર બેઠેલા કેટલા કબૂતર ઉપર પણ એક દાદા પાણીનો વરસાદ કરી રહ્યા હતા. આ ઉપરાંત વ્યક્તિ તે દરેક બેઠેલા કબૂતરને નવડાવતા જોવા મળ્યા હતા, પાણી નાખીને કબુતરને નવડાવતા હતા જેને કારણે ગરમીનો અનુભવ ન થાય અને કબૂતર પાણી પી શકે.

આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર અત્યારે ખૂબ મોટી માત્રામાં વાયરલ થઈ રહ્યો છે. કબૂતરો પોતાની મસ્તી માં નાહતા જોવા મળ્યા હતા અને ડાન્સ કરી રહ્યા હોય તેવો વીડિયોની અંદર લાગી રહ્યું હતું. અત્યાર સુધીમાં આ વિડિયો 50000 થી વધારે લોકો જોઈ ચૂક્યા છે, તેમાં 3000 થી વધારે લોકોએ પસંદ પણ કર્યો છે અને 400 થી વધારે લોકોએ કોમેન્ટ પણ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*