“પપ્પા હું જાઉં છું…” આવું સ્ટેટસ મૂકીને વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો…

રાજકોટમાં બનેલી વધુ એક સોસાયટીની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રાજકોટમાં રહીને બેચએમએસનો અભ્યાસ કરતી તબીબની વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. મૃત્યુ પામેલી યુવતીનું નામ સંગીતા હતું. સંગીતા મૂળ સિહોરના રામગઢની વતની અને છેલ્લા ચારેક વર્ષથી રાજકોટ સાધુ વાસવાણી રોડ પર અંજતા પાર્કમાં રૂમ રાખીને રહેતી હતી.

સંગીતા જામનગર રોડ પર આવેલી બી.એ ડાંગર કોલેજમાં બીએચએમએસનો અભ્યાસ કરતી હતી. ત્યારે ગઈકાલે રાત્રે સંગીતાએ પંખામાં ચૂંટણી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી.

સમગ્ર ઘટના બન્યા બાદ યુનિવર્સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. સંગીતાના મોતના સમાચાર પરિવારના સભ્યોને મળતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, સંગીતાના ગામના એક યુવાનનું નામ પ્રદીપ છે, સંગીતાએ પ્રદીપને પોતાનો ભાઈ બનાવ્યો હતો.

જાણવા મળી રહ્યું છે કે ગઈકાલે રાત્રે 10:45 વાગ્યાની આસપાસ સંગીતાએ પોતાના ભાઈને ફોન કરીને મળવા માટે બોલાવ્યો હતો. આ દરમિયાન સંગીતા ધાબા ઉપર આંટા મારતી હતી. એટલે પ્રદીપે તેને સુઈ જવાનું કહ્યું હતું અને પછી તે ત્યાંથી નીકળી ગયો હતો. ત્યાર પછી રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ સંગીતાએ પોતાના વોટ્સએપમાં સ્ટેટસ મૂક્યું હતું કે, જેમાં તેને લખ્યું હતું કે “પપ્પા હું જાઉં છું, હું જિંદગીથી કંટાળી ગઈ છું.”

આ સ્ટેટસ જોઈને પ્રદીપ તરત જ સંગીતાના રૂમ પાસે પહોંચ્યો હતો. ત્યારે રૂમમાં સંગીતા લટકતી હાલતમાં જોવા મળી હતી, પછી પ્રદિપ એ ઘટનાની જાણ 108 ની ટીમને કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો સંગીતાનું મોત થઈ ગયું હતું.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે સંગીતાએ સુસાઇડ કરતા પહેલા પોતાનું ફોન પાણીની ડોલમાં નાખી દીધો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*