“પપ્પા આઈ હેટ યુ, મારા એક એક આંસુનો બદલો લઈશ…” આવું સુસાઇડ નોટમાં લખીને 11 સાયન્સમાં ભણતી દીકરીએ પોતાનું જીવન ટૂંકાવ્યું… હિંમત હોય તો જ આખી સુસાઇડ નોટ વાંચજો…

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ ટુકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી રુવાડા બેઠા કરી દેનારી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ગુજરાતના ધોરાજીની રોયલ સ્કૂલ હોસ્ટેલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી દિવ્યા રમેશભાઈ ડોડીયા નામની વિદ્યાર્થીનીએ સુસાઇડ નોટ લખીને પોતાનું જીવનને ટૂંકાવ્યું છે.

દિવ્યાના મૃતદેહને રાતે જ પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

મૃત્યુ પહેલા દિવ્યાએ સુસાઇડ નોટમાં એવું એવું લખ્યું કે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. દિવ્યા ડોડીયા એક ગઈકાલે મોડી રાત્રે હોસ્ટેલના 318 નંબરના રૂમમાં પંખામાં ચૂંટણી બાંધીને ગળાફસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતા 12:00 વાગ્યાની આસપાસ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસને ઘટના સ્થળેથી દિવ્યા એ લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી.

જેમાં કંઈક એવું લખ્યું હતું કે સાંભળીને સૌ કોઈ લોકોનું હૈયું હચમચી ગયું હતું. દિવ્યા ડોડીયા સોસાયટી નોટમાં લખ્યું હતું કે, “પપ્પા મારા મરવા પાછળનું એક જ કારણ છે અને એ છો તમે. તમારાથી મને અતિ નફરત થઈ ગઈ છે. તમે મને ક્યારેય પોતાની દીકરી જ નહોતી સમજી. બસ તમને ઓર્ડર અને ગુસ્સો કરતા જ આવડે છે. મારા મરવા પાછળ મને એક બા નો અફસોસ છે. જેમણે મને મા બાપનો પ્રેમ આપ્યો. Sorry dadi

વધુમાં દીકરી એ લખ્યું હતું કે, માં જ્યારે પણ યાદ કરીશ ત્યારે હું તારી સાથે હશે. માં મને માફ કરી દેજે કેમકે આટલા ટેન્શનમાં હું જીવી શકું તેમ નથી. પપ્પા આઈ હેટ યુ. મારી આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. મારા એક એક આંસુનો હું બદલો લઈશ.

મૃત્યુ પામેલી દિવ્યા ડોડીયા કુતિયાણાની વતની હતી. તે કુતિયાણાથી ધોરાજી રોયલ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે આવી હતી. અહીં તે સ્કૂલની હોસ્ટેલમાં રહેતી હતી. ગઈકાલે મોડી રાત્રે દિવ્યાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે.

ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલી દીકરીના પિતા રમેશભાઈ BSFના જવાન રહી ચૂક્યા છે. દીકરીના મૃત્યુના સમાચાર મળતા જ તેઓ તાત્કાલિક રાત્રિના સમયે હોસ્પિટલ દોડી આવ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*