અમરેલીના દરિયામાં કરંટ, માછીમારો પરત ફર્યા, ઉંચા ઉંચા મોજાના કારણે બોટો ઉછળી, જુઓ વિડિયો

100

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે જ્યારે ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પુર જેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ભાદરવામાં અષાઢી માહોલ જામતા દરિયામાં પણ તેની અસર જોવા મળી હતી.

હાલમાં માછીમારોની સીઝન ચાલુ થઈ ગઈ છે અને મોટા ભાગના માછીમારો પોતાના બોધ સાથે દરિયામાં છે. ત્યારે સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદના કારણે દરિયામાં પણ વાતાવરણ ખરાબ થતાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી.

જેના કારણે દરિયાની અંદર રહેલા માછીમારો પોતાની બોટ સાથે કિનારા તરફ ફરવા લાગ્યા છે. ત્યારે અમરોલીના દરિયામાં ભારે મોજના કારણે માછીમારોને બોટ ઉછળતી જોવા મળી હતી.

મળતી માહિતી મુજબ અમરોલી થી 40 નોટીકલ માઇલ દુર દરિયો તોફાની બન્યો હતો. જેના કારણે માછીમારોને કિનારા તરફ પરત ફરતી વખતે ભારે મુશ્કેલીઓ વધી ગઇ હતી.

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના કારણે માછીમારોને દરિયામાં થી પરત બોલાવી લેવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ હાલમાં અમરોલીના જાફરાબાદ અને પીપાવાવ બંદરથી માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે માછીમારો પરત ફરી રહ્યા છે ત્યારે દરિયાના ભારે મોઢા ના કારણે માછીમારોની બોટ પણ ઊછળીતી જોવા મળી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો માછીમારોએ પોતાના ફોનમાં ઉતારી લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!