અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર આવતીકાલે આ આઠ વિસ્તારોમાં કર્ફ્યુ, આ રૂટ પર આ સમયે પ્રસાર થશે રથયાત્રા…

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે રથયાત્રામાં માત્ર 3 રથ અને 120 ખલાસીઓની મંજૂરી આપી છે. ઉપરાંત રથયાત્રામાં જોડવનાર તમામ ખલાસીઓના કોરોના ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોરોના ટેસ્ટ આવતીકાલે બપોરે 03:30 વાગ્યે મંદિરમાં યોજવામાં આવશે.

તેવામાં અમદાવાદ શહેરના પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથની રથયાત્રાના દિવસે અમદાવાદમાં ગાયકવાડ હવેલી, કાલુપુર, ખાડિયા, માધુપુર, દરીયાપુર, શહેરકોટડા, શાહપુર કથા કારંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માં કરફ્યુ ની જાહેરાત કરી છે.

ઉપરાંત આ વિસ્તારના લોકોને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત રથયાત્રાને લઈને સુરક્ષા અને વ્યવસ્થાઓ ચાલી રહી છે. આ ઉપરાંત પ્રદિપસિંહ જાડેજાએ રૂટનું નિરીક્ષણ કર્યું છે.

આ રૂટ પરથી પ્રસાર થશે રથયાત્રા

જગન્નાથ મંદિરથી રથયાત્રા પ્રસ્થાન 7 AM
મ્યુનિસિપલ કોર્પોરેશન 7:35 AM
રાયપુર ચકલા 7:50 AM
ખાડિયા ચાર રસ્તા 8 AM
કાલુપુર સર્કલ 8:20 AM
સરસપુર 8:40 AM
રથયાત્રા વિરામ 8:40 AM થી 8:50 AM
સરસપુરથી પ્રસ્થાન 8:50 AM
કાલુપુર સર્કલ 9:15 AM
પ્રેમ દરવાજા 9:30 AM
દિલ્હી ચક્લા 9:50 AM
શાહપુર દરવાજા 10:10 AM
આર.સી.હાઈસ્કૂલ 10:35 AM
પિતળીયા બંબા 10:55 A
પાનકોર નાકા 11:10 AM
માણેક ચોક 11:30 AM
જગન્નાથ મંદિર પરત 12 PM

આ ઉપરાંત રથયાત્રાના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં જોડાયા છે. ઉપરાંત રથયાત્રાના રૂટ પર સુરક્ષા માટે 16 જેટલા ડ્રોનથી દેખરેખ રાખવામાં આવશે.

ઉપરાંત પોલીસ ટીમ દ્વારા રથયાત્રામાં કોરોનાના પ્રોટોકોલ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. ઉપરાંત રથયાત્રામાં ત્રણ રથ સાથે પાંચ વાહનો શામિલ થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*