ગુજરાત રાજ્યમાં આવનાર આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને સી.આર.પાટીલ નું મોટું નિવેદન,કહ્યુ એવું કે…

Published on: 7:24 am, Tue, 9 November 21

દેશની રાજધાની નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પસાર થયેલા ઠરાવને લઈને ગુજરાત પ્રદેશ પ્રમુખ પાટીલે પત્રકાર પરિષદ સંબોધી હતી

અને તેમાં તેમને ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે.ભાજપના પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, ગઈકાલે દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાજપ દ્વારા અલગ-અલગ રાજ્યોમાં ચૂંટણી જીતી તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી.

જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.તેમને જણાવ્યું કે, 2022માં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને જે તે રાજ્યોના મુખ્યમંત્રીઓએ વિગતવાર રિપોર્ટ વડાપ્રધાનને સોંપ્યો હતો.

જે બાદ પ્રધાનમંત્રી ચૂંટણીલક્ષી સૂચનાઓ પણ આપી હતી. ગુજરાતની ચૂંટણી નિશ્ચિત સમયે થશે.આગામી 17 નવેમ્બર ગુજરાત પ્રદેશની કાર્યકારિણીની બેઠક પ્રદેશ કાર્યાલય ખાતે યોજાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!