કોરોના કહેર વચ્ચે લોકો કોરોના ના દર્દી માટે જરૂરિયાત ઇન્જેક્શન માટે લાંબી લાઈન લગાવ્યા છતાં ઇન્જેક્શન મળ્યા નથી. તેવામાં સુરતમાં ભાજપના કાર્યાલય પર સી.આર.પાટિલ એ ઇન્જેક્શન વેચતા ભારે વિવાદો ઊભા થયા હતા. આ મામલે કોંગ્રેસે પોલીસ કેસ નોંધાવ્યો હતો.
અને ધરપકડ અને કાર્યવાહી કરવાની માંગ કરી હતી.આ મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કોંગ્રેસને જવાબ આપ્યો હતો કે લોકોના જીવ બચાવવા માટે કાયદેસર રીતે ઇન્જેક્શન મેળવીને લોકોને આપવામાં આવે છે.
તેમણે કોંગ્રેસને કહ્યું હતું કે કોંગ્રેસ ખોટી આપવાનું બંધ કરે તેમણે કહ્યું કે પ્લેગ વખતે પણ અમે લોકો ની દવા આપી હતી. ત્યારે કોંગ્રેસ દ્વારા કોઈપણ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો ન હતો.
સીઆર પાટીલે કોંગ્રેસને કહ્યું કે કોંગ્રેસની લોકો માટે કાંઈ કરવું નથી અને માત્ર ને માત્ર વિરોધ કરવો છે. કોંગ્રેસથી ભાજપ ધડરતું નથી તેવું નિવેદન આપ્યું હતું.
ઇન્જેક્શન વધતા મામલા પર કોંગ્રેસે રાજ્યની રૂપાણી સરકાર અને સી.આર.પાટિલ પર ધારદાર કર્યા હતા અને ઘણા બધા વિરોધ કર્યો હતો અને સી.આર.પાટિલ વિરુદ્ધમાં કોંગ્રેસના નેતાઓએ પોલીસ કેસ નોંધાવ્યો હતો.
અને ધરપકડની માંગ પણ કરી હતી. એટલું જ નહીં કોંગ્રેસ દ્વારા કોર્ટમાં જવાની પણ કાર્યવાહી કરવામાં આવી હતી. અને આ મામલે ગુજરાત હાઇકોર્ટ એ પણ સરકારને સવાલ પૂછ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment