સી.આર.પાટીલે પાર્લામેન્ટરી બોર્ડમાં ભાજપના આ ચાર દિગ્ગજ નેતાઓના કાપ્યા પત્તા.

Published on: 3:43 pm, Fri, 22 January 21

ભાજપમાં નિર્ણય લેવા માટે સર્વોચ્ચ મનાતા પાર્લામેન્ટરી બોર્ડની રચના કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ભાજપના વિદાય લેનારા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી નું પત્તું કાપી નાખ્યું છે. પાટીલે વાઘાણી સહિત ચાર દિગ્ગજોના પત્તા કાપ્યા છે.

અને ભાજપ ની સ્થાપના પછી પહેલીવાર એવું બન્યું છે કે, પાર્લામેન્ટરી બોર્ડમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ નું સ્થાન નથી.પાર્લામેન્ટરી બોર્ડમાં જીતુભાઈ વાઘાણી ઉપરાંત ભરતસિંહ પરમાર, મંગુભાઈ પટેલ તથા શંભુપ્રસાદ ની બાદબાકી કરવામાં આવી છે.

રમણલાલ વોરા અને શંભુપ્રસાદ વચ્ચેના ઝઘડામાં દલિત સમાજના પ્રતિનિધિ તરીકે કિરીટ સોલંકીને લેવામાં આવ્યા છે.સી.આર.પાટીલે બનાવેલું નવું પાર્લામેન્ટરી બોર્ડ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરશે.

અને સી.આર.પાટિલ સહિત કુલ 12 સભ્યો ને પાર્લામેન્ટરી બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.આગામી ટૂંક જ સમયમાં રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નું એલાન કરી શકે છે અને ભાજપે બે દિવસ પહેલા નિરીક્ષકોની નિમણૂક કરી છે.

પાર્લામેન્ટરી બોર્ડમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પરસોતમ રૂપાલા, આર.સી.ફળદુ, સુરેન્દ્ર પટેલ, જશવંતસિંહ ભાભોર, ભીખુ દલસાણીયા, રાજેશ ચુડાસમા, કાનજી ઠાકોર અને કિરીટસિંહ સોલંકી નો સમાવેશ કરાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!