નડિયાદના દેરી રોડ પર આવેલા લક્ષ ડુપ્લેક્સ સોસાયટીમાં 2017માં 5 વરસની તાન્યા નામની દીકરીનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ તાન્યા પોતાના દાદીમા સાથે રહેતી હતી. નાનપણથી તાન્યાનો ઉછેર તેના દાદીમાં કુસુમબેને કર્યો હતો. તાન્યાના માતા-પિતા કામ ધંધાર્થી લંડનમાં રહેતા હતા.
મળતી માહિતી મુજબ પાંચ વર્ષની તાન્યા પટેલનો જીવ પડોશમાં રહેતાં બે સગા ભાઇઓ અને તેની માતાએ લીધો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તાન્યા પટેલનો જીવ લેવાના આરોપમાં પડોશમાં રહેતા ભાઈઓ મિત પટેલ, ધ્રુવ પટેલ અને તેની માતા જિગીષા પટેલની ધરપકડ કરી હતી.
મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનાને લઇને બંને આરોપી ભાઈઓએ માતાના કહેવા મુજબ સૌપ્રથમ તાન્યા પટેલને ઉપાડી લીધી હતી. ત્યારબાદ લંડનમાં રહેતા તાન્યાના માતાપિતા પાસેથી મોટી રકમની ખંડણી માંગી હતી. મળતી માહિતી અનુસાર આરોપી મીત પટેલે પાંચ વર્ષની દીકરી તાન્યાને લલચાવીને કારમાં બેસાડી હતી અને તેને નડીયાદ થી આણંદ જિલ્લાના આંકલાવ તરફ લઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર તાન્યા પટેલના આરોપીઓ તેના પડોશી હતા. તાન્યા પટેલ આરોપીઓના રમવા જતી હતી. તેથી તે ઘરના તમામ સભ્યોને ઓળખતી હતી. તે તેના કારણે આરોપીએ વિચાર્યું કે જો તાન્યાને જીવતી ઘરે મોકલશો તો આપણે પકડાઈ જશો. તેથી આરોપી ભાઈઓ અને માતાએ મળીને તાન્યાનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો.
પ્લાનના આધારે આરોપી ભાઈઓ અને માતાએ મળીને તાન્યાને મહીસાગર નદીમાં ફેંકી દીધી હતી. નદીમાં ડૂબવાના કારણે તાન્યાનું મૃત્યુ થયું હતું. તાન્યાનું મૃતદેહ મળી આવતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને નડિયાદ પોલીસ આરોપીની શોધખોળ માટે કામે લાગી ગઈ હતી.
ત્યારબાદ પોલીસે પડોશમાં રહેતા બંને આરોપી ભાઈઓ અને તેની માતાની ધરપકડ કરી હતી. પોલીસે તેમના વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્યાર સુધી આ ઘટનાને લઇને કેસ ચાલતો હતો. ત્યારે આજરોજ કોર્ટ દ્વારા દીકરી તાન્યાના આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment