ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની મતગણતરી શરૂ,આ બેઠકો ઉપર બીજેપી આગળ,જાણો મતગણતરીને લઇને મહત્વના સમાચાર

189

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાઇ હતી. કોરોના સંક્રમણને કારણે મતદાન મથકોની સંખ્યામાં વધારો કરાયો હોવાથી EVM ની સંખ્યા પણ વધી છે.જેના કારણે મતગણતરી રાઉન્ડ પણ વધારવામાં આવ્યા છે અને પરિણામ દોઢથી બે કલાક જેટલું વિલંબ થી આવશે. ચિત્ર સ્પષ્ટ 12 થી 2 વાગે તેવી પણ શક્યતા છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામને લઇને મતગણતરીનો પારંભ થઈ ગયો છે.

સૌપ્રથમ પોસ્ટલ બેલેટ ની ગણતરી કરવામાં આવશે અને પોસ્ટલ બેલેટ ગણતરી બાદ EVM ના મતો ગણવામાં આવશે. આઠ બેઠકોની કુલ 25 ગણતરી ખંડમાં મતગણતરી થશે. બેલેટ પેપર ગણતરીમાં ભાજપ સાત બેઠકો અને કોંગ્રેસ એક બેઠક પર આગળ છે. કુલ 97 ટેબલ પર 8 બેઠકોની મતગણતરી થશે.

આઠેય બેઠક પર ફૂલ 320 જેટલા કર્મચારી દ્વારા મત ગણતરી શરૂ કરવામાં આવી છે.

અબડાસા ભાજપ (આગળ)
મોરબી ભાજપ ”
ધારી ભાજપ ”
ગઢડા ભાજપ ”
કપરાડા ભાજપ ”
ડાંગ. ભાજપ ”
લીંબડી ભાજપ ”
કરજણ કોંગ્રેસ ”

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!