ગઈકાલે ગુજરાત રાજ્યમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં ઘટીને એક લાખ હાલની અને બીજા રાજ્યની આવક સાવ ઓછી રહી હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું કે કડીના મોટાભાગના જીન બંધ થઈ ચૂક્યા છે. મજૂરો હોળીની રજામાં નીકળી ચૂક્યા છે.
એટલે હવે અહીં જીનોની ખરીદી ઘટી ગઇ હોવાથી કપાસના કોઈ ખાસ ફેરફાર થતો નથી અને મહારાષ્ટ્ર અને કાઠીયાવાડ ની કપાસ ની આવક બહુ જ ઓછી હતી.
અને આજે કપાસના ભાવ મણે ₹10 થી 15 નો ઘટાડો જોવા મળ્યો હતો.સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં મંગળવારે આવક ઘટી ને 30 હજાર મણ ની હતી.
અને કપાસના ભાવ નીચામાં ₹ 1090 થી 1115 અને ઊંચા માં ₹1265 થી 1300 બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી ક્વોલિટીના કપાસના ભાવમાં આજે 15 નો ઘટાડો થયો હતો.
આજે કપાસ ના બજાર ભાવ ની વાત કરીએ તો સૌથી વધારે કપાસ નો ભાવ સૌરાષ્ટ્રના અમરેલી માં ₹ 1345 જોવા મળ્યો હતો.
કપાસના ભાવ ની વાત કરીએ તો અમરેલીમાં 799 થી 1345, સાવરકુંડલા 1000 થી 1285, જસદણમાં 1100 થી 1270, મહુવા માં 885 થી 1215, ગોંડલમાં 1001 થી 1296.
જામજોધપુરમાં 1050 થી 1320, મોરબીમાં 1051 થી 1245, રાજુલામાં 850 થી 1300, હળવદ માં 1000 થી 1151, તળાજામાં 1070 થી 1175 જોવા મળ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment