ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ ના કેસો અત્યંત વધી રહ્યા છે. આજરોજ રાજ્યમાં 24 કલાકના 1400 થી પણ વધારે કેસો સામે આવતા તંત્ર પણ કામે લાગી ગયું છે. રાજ્યના મહાનગરોમાં ખૂબ જ પ્રતિબંધ મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવ્યા છે.
ચૂંટણી અને સ્ટેડિયમમાં યોજાયેલી મેચના કારણે જ કોરોના નો ફેલાવો થયો હોવાનું લોકો આક્ષેપ લગાવી રહ્યા છે. ગુજરાત ભાજપ દ્વારા કોરોના ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ ભાજપ દ્વારા જિલ્લા કે મહાનગર કે.
પ્રદેશ કક્ષાએ સન્માન સમારોહ અથવા તો કોઈ પણ જાતના જાહેર કાર્યક્રમો નહીં યોજાય તેવી જાહેરાત કરવામાં આવી છે.ગુજરાત ભાજપે તમામ કાર્યકર્તાઓને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી.
કોરોના માર્ગદર્શિકા અનુસાર નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. તેમજ જ્યાં જરૂર પડે ત્યાં વેક્સિનેશન સહિતની લોકસેવામાં જોડાય જવાની પણ હાંકલ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવી છે.
આજરોજ શુક્રવારના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકના સૌથી વધુ નવા 1415 નવા કેસો સામે આવ્યા છે જ્યારે નવા 4 લોકોના મૃત્યુ થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4437 એ પહોંચ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,45,406 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યો તો આજ રોજ નવા 948 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,73,280 દર્દીઓએ કોરોના ને માત આપી ચૂક્યા છે અને રાજ્યમાં સાજા થવાનો દર 96.27 ટકા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment