અમદાવાદ અને સુરત માં કોરોના ના કેસો વધતા જાણો શું શું થયું બંધ?

ગુજરાત માં ફરી એક વાર કોરોના વાયરસ ના કેસો સતત વધી રહા છે અને 90 દિવસ બાદ 1122 કેસ નોંધાયા હતા.બુધવાર ના રોજ સુરત શહેર માં અત્યંત વધારે 345 અને અમદાવાદ 271 કેસ નોંધાયા હતા.આ ઉપરાંત અમદાવાદ,સુરત અને વડોદરામાં એક એક એમ ટોટલ ત્રણ લોકોના મૃત્યુ થયા હતા.

નવા રાજ્યમાં જયારે 1122 કેસો નોંધાયા છે જેની સામે 775 દર્દીઓ ને ડિસ્ચાર્જ નું પ્રમાણ પણ ઘટી રહ્યુ છે.આ બંને શહેરોમાં વધતા કોરોના ના કેસ ના કારણે કેટલીક વસ્તુઓ બંધ કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ ના વધતા કેસ ના કારણે BRTS અને AMTS સેવા સ્થગિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.આગામી સૂચના ન અપાય ત્યાં સુધી આ સેવા બંધ રહેશે.

જેને પગલે બીઆરટીએસ બસ માં મુસાફરી કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.કાકરિયા લેકફ્રન્ટ ઉપરાંત શહેર ના વિવિધ વિસ્તારોમાં આવેલા 273 જેટલા નાના મોટા બગીચા માટે અનિશ્ચિત મુદત માટે બંધ કરવાનો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે.

પાલિકાએ સિટી અને BRTS ના 20 રૂટ ની 300 બસ,ગાર્ડન, સ્વિમિંગ પૂલ, લાઇબ્રેરી, ઝુ, એક્વેરિયમ, ગોપીતળાવ,સાયન્સ સેન્ટર સહિત કોમ્યુનિટી હોલ.

ઉપરાંત એક સપ્તાહ સુધી ટ્યુશન કલાસ બંધ કરવાનો નિર્ણય લેવા માં આવ્યો છે.આ સાથે ટેકસટાઇલ માર્કેટ સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી માર્કેટ રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*