કોરોના ને લઈને નવી માર્ગદર્શિકા થઈ જાહેર,1 થી 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે આ માર્ગદર્શિકા, જાણો.

126

ગૃહમંત્રાલયે કોરોના ના વધતા જતા કેસો અંગે અસરકારક નિયંત્રણ માટેની નવી માર્ગદર્શિકા જારી કરી છે જે 1 એપ્રિલ 2021 થી લાગુ થશે અને 30 એપ્રિલ,2021 સુધી અમલમાં રહેશે.આ માર્ગદર્શિકા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દેશના.

તમામ ભાગોમાં ટેસ્ટ,ટ્રેકિંગ અને ટ્રિટ પ્રોટોકોલ નો કડક અમલ કરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે.ગૃહ મંત્રાલય ની નવી માર્ગદર્શિકા હેઠળ.

રાજ્યો તેમના મૂલ્યાંકન ના આધારે સ્થાનિક રૂપે પ્રતિબંધ લાવી શકે છે પરંતુ કોવીડ કનટેનમેન્ટ ઝોન ની બહાર કોઈ પ્રવુતિ પર પ્રતિબંધ લાદવામાં આવશે નહિ.તેમાં કહેવામાં આવ્યું છે.

કે આરટી પિસીઆર પરીક્ષણ નું પ્રમાણ ઓછું હોય તેવા રાજ્યોમાં ઝડપથી વધારો કરી 70 ટકા કે તેનાથી વધારે કરી દેવા જોઈએ.

સધન પરીક્ષણ ના પરિણામે મળેલા નવા સકારાત્મક કેસોની વહેલી તકે સંયમિત કરવાની અને સમયસર સારવાર પૂરી પાડવાની જરૂર છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના ના પોઝિટિવ કેસો અને તેમના સપર્કોની શોધના આધારે,જિલ્લા અધિકારીઓએ કન્ટેન્ટ ઝોન ને ચિન્હિત કરવા અને વેબસાઇટ પર તેમને જાણ કરવી પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!