ગુજરાતમાં આગામી 2020ની વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકીય પક્ષો માથાકૂટ શરૂ કરી દીધી છે. તેઓમાં ભાજપની આજે ગાંધીનગર ખાતે તમામ ધારાસભ્યોની બેઠક પણ યોજાઈ હતી. ભાજપની બેઠક અગાઉ જ ગુજરાતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી એક નિવેદન આપ્યું તેમને જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી બદલાઈ રહ્યા છે.
પણ તેમને કહ્યું કે આ ભાજપની યોજાયેલી ધારાસભ્યોની બેઠકમાં મુખ્યમંત્રીની બદલીને માહોલ સુધારવાનો પ્રયાસો થઇ શકે છે. ભરતસિંહ સોલંકી પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ નું નામ લઇ ને કહ્યું કે ભાજપ સત્તાનો લાલચુ પક્ષ છે.
ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ભાજપ પક્ષ દ્વારા હાંકી કાઢ્યા હતા. આ ઉપરાંત તેમણે કહ્યું કે સરકાર પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધતા ભાવને ઘટાડવા માટે સંપૂર્ણ નિષ્ફળ થાય છે.
અને તેમને ભાજપની પશ્ચિમ બંગાળ ને લઈને મેણું માર્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને એક કારમી હાર મળી હતી ત્યાર બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું હતું.
ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ રેસમાં ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયાનું નામ મોખરે છે. આ ઉપરાંત શક્તિસિંહ ગોહિલ નું નામ ચર્ચામાં છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment