મિત્રો ગુજરાત રાજ્ય હવે ગુજરાતી સંગીત ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યું છે. ગુજરાતી ગાયક કલાકારો દિવસે અને દિવસે દેશ વિદેશમાં ફેમસ થઈ રહ્યા છે. ત્યારે આપણે આજે એક એવા ગુજરાતી કલાકારની વાત કરવાના છીએ જેઓ એક સમયમાં ખૂબ જ નામના ધરાવતા હતા. હાલના સમયમાં તો કિંજલ દવે, ગીતાબેન રબારી, ઉર્વશીબેન અને ફરીદા મીર જેવા ગાયક કલાકારો ખૂબ જ ફેમસ છે. તો આજે આપણે ફરીદામીરની જીવન કથા વિશે વાત કરવાના છીએ.
ફરીદા મીરની વાત કરીએ તો તેઓ પોરબંદરમાં જન્મેલા છે. ફરીદામીરનું ગામ જ પોરબંદર છે. મિત્રો તમને બધાને જણાવી દઈએ કે એક સમયે એવો હતો કે જ્યારે ફરીદામીર ખૂબ જ ફેમસ હતા. દેશ-વિદેશમાં પણ તેમના ચાહકો હતા. આટલું જ નહીં પરંતુ કાર્યક્રમમાં હજારો અને લાખોની સંખ્યામાં લોકો આવતા હતા. તમને જણાવી દે કે ફરીદામીર આજે પણ ફેમસ જ છે.
ફરીદામીર ની વાત કરીએ તો તેઓ એક ભજન કલાકાર હતા અને પોતાની સંસ્કૃતિને જાળવી રાખવા માટે તેઓ ભજન ગાતા હતા. તેમને ભજન ગાયને પોતાનું નામ ખૂબ જ આગળ વધાર્યું હતું. એક સમયે તેઓ એટલા ફેમસ હતા કે દેશ-વિદેશમાં પણ ફરીદામિરના ભજન ડાયરા અને સંતવાણીના કાર્યક્રમો કરવામાં આવતા હતા. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ તેમનો ખૂબ જ મોટો ફાળો છે.
આપણને જાણીને નવાઈ લાગશે કે ફરીદામીર ને સંગીતની સાથે સાથ અભિનયમાં પણ ખૂબ જ રસ છે. તેમને ગુજરાતી ફિલ્મોમાં અભિનય પણ કરેલો છે. મિત્રો હાલમાં તો ગીતાબેન રબારી અને કિંજલ દવે ઉપરાંત અન્ય એવા ગાયક કલાકારો છે જેમનું નામ ખૂબ જ ગુંજી રહ્યું છે. જ્યારે અત્યારે ફરીદા મીર નું નામ ઓછું લેવાય છે પરંતુ તેમની લોકપ્રિયતા પહેલા જેટલી જ છે.
આજે પણ લોકો તેમના ભજન અને સંગીત સાંભળવાનું ખૂબ જ પસંદ કરે છે. તેમને માત્ર ભજન જ નહીં પરંતુ ઘણા બધા ગીત પણ ગયા છે. તેઓ ધોરણ 10 નો અભ્યાસ કર્યા બાદ સંગીત ક્ષેત્ર સાથે જોડાયા હતા. એટલે કે તેઓ માત્ર 14 વર્ષની ઉંમરે જ સંગીત સાથે જોડાઈ ગયા હતા. નાની ઉંમરમાં તેઓ સંગીત ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધી ગયા હતા. દેશ વિદેશમાં તેમના ચાહકો હતા અને હજુ પણ છે.
ફરીદામીર પોતાના દમ પર ઘણી બધી સંપત્તિઓ ઊભી કરી છે. ફરીદામીર નું ઘર પણ ખૂબ જ સુંદર અને વિશાળ છે. મિત્રો તમને જણાવી દઈએ કે ફરીદામીરના ઘર જેવું તો ઘર ભાગ્યે જ કોઈ કલાકારને હશે. તેઓ આજે એક લક્ઝરીયસ લાઇફ જીવી રહ્યા છે. તેમને સંગીત ક્ષેત્રમાં ખૂબ જ નામના મેળવી છે અને આજે તેઓ ખૂબ જ સુખી જીવન જીવી રહ્યા છે. મિત્રો ફરીદામીરના જીવન પરથી આપણને એકવાર તો શીખવા મળી કે, ખૂબ જ મહેનત કર્યા બાદ સફળતા જરૂર મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment