વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસે ખોલી પક્ષ પલ્ટો કરનાર ધારાસભ્યોની પોલ, કોંગ્રેસે કરેલ સ્ટિંગ ઓપરેશન નો વીડિયો થયો વાયરલ

Published on: 6:43 pm, Sun, 1 November 20

ગુજરાત રાજ્યમાં ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે. જ્યારે માત્ર બે દિવસની પેટાચૂંટણીની વાર છે ત્યારે કોંગ્રેસે ભાજપને 10 કરોડ આપની કોંગ્રેસના ધારાસભ્યોની સોદાબાજી કરી હોવાનો સીધો આક્ષેપ કરી અમિત ચાવડા એ સી.આર.પાટિલ સામે પગલાં ભરવાની માંગ કરતાં ભારે સનસનાટી મચી ગઇ છે. કોંગ્રેસની આ ચાલતી પેટા ચૂંટણીમાં તેમને ખૂબ જ મોટું નુકસાન થશે.

કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને સ્ટિંગ ઓપરેશનનો વિડિયો પણ જાહેર કર્યો છે.કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી સહિત સી આર પાટીલ અને અમિત શાહ સામે ACB અને મની લોન્ડરીંગ એક્ટ હેઠળ કેસ દાખલ કરવાની માંગ કરી છે. આ બાબતનો વિડિયો રેકોર્ડિંગ નીચે મુજબ છે

ગુજરાત રાજ્યમાં ત્રણ નવેમ્બર ખાલી પડેલી આઠ બેઠકો પર મતદાન થવાનું છે અને આજે સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જવાના છે.

ત્યારે પાછળ પ્રતિનિધિને ખરીદવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!