નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચંપલ ફેંકાયા બાદ કોંગ્રેસે આપ્યું મહત્વનું નિવેદન

206

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકોની પેટા ચૂંટણી નો પ્રચાર હાલમાં જોરશોરથી ચાલી રહ્યો છે.આજ પ્રચાર દરમિયાન ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરજણ ચૂંટણી સભાને સંબોધન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા તે દરમિયાન એક યુવક દ્વારા તેમના પર ચંપલ ફેંકવામાં આવ્યું હતું. જોકે મહત્વની વાત એ છે કે નીતિન પટેલને ચંપલ વાગ્યું ન હોતું અને મીડિયાના માઈક પર પડ્યું હતું. ચંપલ ફેંકવાની ઘટના બાદ પણ તેમણે મીડિયા સાથે વાતચીત કરવાનું ચાલુ રાખ્યું હતું. ચંપલ ફેક્યાની ઘટના બાદ પોલીસે જણાવ્યું કે.

ફૂટેજના આધારે આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી પર ફેંકાયેલા ચંપલ ની ઘટના બાદ કોંગ્રેસે આ ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી.કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર એ ઘટનાને વખોડતાં કહ્યું કે, જનતાને રોષ છે પણ તેને વ્યક્ત કરવાની આ રીતનિંદનીય છે. ભાજપની સભામાં ચંપલ ફેકાય તેમાં કોંગ્રેસ ક્યાંથી આવે.પક્ષ પલટુ અને.

ગદ્દાર સામેનો રોષ અન્ય જગ્યાએ ખોટી રીતે વ્યક્ત થયો છે. રાહુલ ગાંધી પર પથ્થર અને મનમોહનસિંહ પર જૂતું ફેંકાયું ત્યારે ભાજપે ઘટનાને વખોડવા ની જરૂર હતી.

કોઈપણ ઘટના નો દોષ કોંગ્રેસ અને વિપક્ષ ને આપવાની નીતિ ભાજપે બદલવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!