દેશમાં ખેડૂતોની વાત કરીએ તો છેલ્લા આઠ મહિનાથી દિલ્લી બોર્ડર પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને અત્યારે ખેડૂતોના દેવું માફ કરવા ને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દેવું માફ કરવાને લઈને સક્રિય થયા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે ”જ્યારે દોસ્તો નું દેવું માફ કરી શકતા હોય તો દેશના અન્નદાતા નું કેમ નહીં. ખેડૂતોને દેવા મુક્ત કરવા મોદી સરકારની પ્રાથમિક્તા નથી. આ તો ઘોર અન્યાય છે”.
મળતી માહિતી મુજબ લોકસભામાં નાણાં રાજ્યમંત્રી ભાગવત કરાટે જણાવ્યું હતું કે દેશના ખેડૂતો માથે 16.80 લાખ કરોડનું કૃષિ દેવું છે. દેશમાં સૌથી વધુ દેવ તમિલનાડુના ખેડૂતો પર છે તમિલનાડુના ખેડૂતો પર લગભગ 1.63 લાખ કરોડ ખેડૂતોના ખાતા પર 1.89 લાખ કરોડનું કૃષિ દેવું છે.
ત્યારબાદ આંધ્ર પ્રદેશની વાત કરે તો 169322.96 કરોડની લોન, ઉત્તર પ્રદેશમાં 155743.87 કરોડની લોન, મહારાષ્ટ્રમાં 153658.32 કરોડનું દેવું, કર્ણાટકમાં 143365.63 કરોડનું દેવું છે.
નાણાં રાજ્યમંત્રી ભાગવત કરાટે ના આ માહિતી આપ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દા પર સરકાર પર નિશાન સાધ્યા હતા.
કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ આ વાત ઘણી વાર કહી ચુક્યા છે કે દેશના ખેડૂતોની આવક બમણી કરવા માટે અમે તન-મન-ધનથી કાર્ય કરી રહ્યા છીએ.
પરંતુ આ બધા વચ્ચે ખેડૂતો સાથે વાત થાય, તેમને લાભ થાય અને ખેડૂતો ના દેવા માફ ભાઈ એનો પ્રશ્ન ના ઉઠે એ વાત ઘણી ઓછી થાય છે.
આ ઉપરાંત આ મુદ્દા પર સંસદમાં પણ સવાલો ઉઠયા હતા અને કેન્દ્ર સરકારને સવાલો પૂછવામાં આવ્યા હતા કે શું કેન્દ્ર સરકાર ખેડૂતોનું દેવું માફ કરવાનો વિચાર કરી રહી છે? ત્યારે નાણાં રાજ્યમંત્રી ભાગવતે કહ્યું કે ખેડૂતો ના દેવા માફ કરવા અંગે હાલમાં કેન્દ્ર સરકાર કોઈપણ વિચાર કરી રહી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment