કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે નવા પ્રદેશ પ્રમુખ ને લઈને આપ્યું મોટું નિવેદન

Published on: 12:25 pm, Mon, 6 December 21

ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોર નું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા બાદ તેમને અભિનંદન વ્યક્ત કર્યા હતા. જગદીશ ઠાકોરે મીડિયાને કહ્યું હતું કે ગુજરાત ભાજપના ભુક્કા કાઢી નાખવામાં આવશે

તો નવનિયુક્ત વિધાનસભાના વિપક્ષી નેતા સુખરામ રાઠવાએ પણ કોંગ્રેસને આવનારી ચૂંટણીમાં વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની વરણી થયા બાદ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે અભિનંદન પાઠવ્યા હતા.

પોતાના સંદેશામાં હાર્દિક પટેલે જણાવ્યું કે જગદીશ ઠાકોરને ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નવ નિયુક્ત થવા બદલ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. હાર્દિક પટેલના નિર્ણય આવકારતા જણાવ્યું કે આ નિમણૂક 10 વર્ષ મોટી છે અને પાર્ટીએ તેમની ક્ષમતાનો

લાંબો સમય પહેલા ઉપયોગ કરવો જોઈતો હતો.દિલ્હી થી અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જગદીશ ઠાકોર પૂર્વ સાંસદ અને ઠાકોર નેતા છે.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે તેમના નામની જાહેરાત થોડાક દિવસ પહેલા કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાત ના ઠાકોર સમાજના આગેવાન એવા પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર બે વખત વિધાનસભા ચૂંટણી જીતી ચૂક્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!