હાલમાં ગુજરાત બહાર જવા માટે પંદર દિવસની છૂટ મેળવનાર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે તેની પ્રથમ મુલાકાતમાં મુંબઈ અને દિલ્હી પસંદ કર્યું છે. હાર્દિક પટેલે એક મુલાકાતમાં કહ્યું કે રાજ્યમાં ચૂંટણી પછી અને ગુજરાત બહાર જવાની પ્રથમ વખત અદાલતે મંજૂરી મળતા.
મુંબઈ એવા અનેક નેતાને મળવા આવ્યો હતો જેઓ સાથે અમે પ્રચાર કર્યો છે.હાર્દિક મુંબઈમાં એનસીપીના વડા શરદ પવાર,નીતિન રાઉત, રોહિત પવારને મળતા તેને એનસીપીમાં જોડાયા અંગેની અટકળો શરૂ થઇ હતી.
હાર્દિકે કહ્યું કે આ એક શુભેચ્છા મુલાકાત હતી અને સિનિયર નેતાઓ પાસેથી કેટલીક સલાહો લીધેલી છે એનો મતલબ એ કે હાર્દિક પટેલ બહારના નેતાઓ પાસેથી સલાહ લે છે.
અને ત્યારબાદ તેઓ દિલ્હી પહોંચ્યા હતા જ્યાં તેઓ યુવા કોંગ્રેસ અને NSUI ના કાર્યકર્તાઓને મળ્યા હતા.લ્લેખનીય છે કે હાર્દિક પટેલ હાલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ પક્ષે સત્તાવાર રીતે સામેલ કર્યો ન હતો.
અને તેની ક્ષમતાનો ઉપયોગ કર્યો નહીં તેવી ફરિયાદ કરી હતી. તે કોંગ્રેસથી નારાજ હોવાનું મનાતું હતું જોકે જોડાઈને ગુજરાતમાં તેના માટે કેટલું રાજકારણ છે તે પણ હાલમાં પ્રશ્ન છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment