ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર મંગળવારના રોજ યોજાયેલી પેટા ચૂંટણી બાદ હવે આગામી દસ નવેમ્બરના રોજ પરિણામ ની મતગણતરી થવાની છે.તે પહેલા બુધવારના રોજ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ચૂંટણીના પરિણામો અંગે વિવિધ સમીકરણોનો અંગેના પરિણામો અંગે ચર્ચા કરી હતી ત્યારે ભાજપના નેતાઓએ કાઢેલા તારણો અનુસાર ધારીને બાદ કરતા તમામ બેઠકો પર ભાજપ જીત પ્રાપ્ત કરશે.
જ્યારે કોંગ્રેસે આ ચૂંટણીને લઈને ખાસ ઉત્સાહિત નથી.ભાજપના નેતા દ્વારા ધારી બેઠક ગુમાવવા ની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.ભાજપને વરિષ્ઠ મંત્રીએ જણાવ્યું કે, ધારી બેઠક પર ધાર્યા કરતાં ઓછું મતદાન થયું અને તેમાં કોંગ્રેસ સમર્થિત વહેણ જોવા મળ્યું તેથી હાલ આ બેઠકને બાદ કરતાં બાકીની બેઠકો પર વિજય નિશ્ચિત છે.
જોકે માર્જિન ઓછું રહેવાની ધારણા કરી પણ સાત બેઠકોમાં અપસેટ સર્જાય તેવું દેખાતું નથી. જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે,કોંગ્રેસે આ વખતે ઉમેદવાર પસંદગી ખૂબ સારી કરી હતી.
પણ ચૂંટણીમાં પાર્ટી જોઈએ તેટલું જોર લગાવી શકતી નથી. મોટાભાગની બેઠકો પર ઊંચું મતદાન થતાં ભાજપ વધુ ફાયદો રહે તેમ દર્શાવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!