સાપ પકડનાર યુવકને કોબ્રા સાપે લગાવ્યો ડંખ, સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ, જુઓ વિડિયો

68

ઘણા લોકોને સાફ કરતા જોયા હશે પરંતુ ઘણી વખત તે લોકોને પણ સાપ ડંખ લગાવી દે છે. ત્યારે તેવી જ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર છિંદવાડા માં પોતાનો જીવ જોખમમાં મૂકીને સાપનો રેસ્ક્યુ કરતો એક વીડિયો સામે આવ્યો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુગની સાપને પકડવા માં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે.

યુવક સાપને ડબામાં રાખવા માટે લાંબા સમયથી પ્રયાસ કરતો હતો. પરંતુ રેસ્ક્યુ દરમિયાન સાપ યુવકને ડંખ લગાવે છે. અને થોડીક વાર બાદ યુવક બેભાન થઈ ગયો હતો.

ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમ્યાન યુવકનું મૃત્યુ થયું હતું. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સંતરામ નામના એક યુવકે ઈંડા ના ઢગલા નજીકથી એક કોબ્રા સાપને પકડવા માટે લાંબા સમયથી પ્રયાસ કરતો હતો.

યુવક સાપને પકડયા બાદ તેને પ્લાસ્ટિકના ડબ્બામાં પૂરવાનો પ્રયાસ કરે છે. ત્યારે સાપ યુવકના હાથ-પગ વીંટળાઈ જાય છે. ત્યારે યુવકને સાપે ડંખ લગાવ્યો હતો તેવું જાણવા મળ્યું છે.

ત્યાર બાદ યુવક સાપને પ્લાસ્ટિકના ડબ્બા ની બંધ કરી દે છે. હવે થોડીકવાર બાદ યુવકની હાલત બગડે છે અને તે બેભાન થઈ જાય છે. ત્યારબાદ તેની આસપાસના લોકો દ્વારા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે છે.

અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થાય છે. મૃત્યુ પામનાર યુવક છેલ્લા બે વર્ષથી સાપ પકડવાનું કામ કરી રહ્યો હતો અને પોતાનું ગુજરાન ચલાવતો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!