અમરનાથની ગુફાની નજીક વાદળ ફાટવાના કારણે મોટી દુર્ઘટના સર્જાય છે. આ ઘટના શુક્રવારના રોજ સાડા પાંચ વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે વાદળો ફાટવાની ઘટના બની ત્યારે ગુફાની નજીક લગભગ 10 થી 15 હજાર શ્રદ્ધાળુ ઉપસ્થિત હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં 3 મહિલાઓ સહિત 15 શ્રદ્ધાળુઓના કરુણ મૃત્યુ નીપજ્યા છે.
45 જેટલા શ્રદ્ધાળુઓ હજુ ફસાયા છે. વાદળ ફાટવાની ઘટના પવિત્ર ગુફાના બે કિલોમીટરના વિસ્તારમાં બની છે. મળતી માહિતી અનુસાર ગુફા ની અંદર ફસાયેલા લોકોને પંચતરણી લઈ જવામાં આવ્યા છે. એરફોર્સ પણ રાહત અને બચાવના કાર્યમાં જોડાઈ ગયું છે. પહાડમાંથી પાણીનો પ્રવાહ એક સાથે વહેવા લાગ્યો છે. અનેક શ્રદ્ધાળુઓ ગુમ થયા છે
આ ઘટના બન્યા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસ તથા NDRF દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
0194 2313149, 0194 2496240, 9596779039, 9797796217, 01936243233, 01936243018.
વાદળ ફાટવાની ઘટના બન્યા બાદ ITBP, CRPF, BSF, NDRF અને SDRF ઉપરાંત જમ્મુ-કશ્મીર પોલીસ બચાવના કાર્યક્રમમાં લાગી ગઈ છે.
આ ઘટનામાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને કેમ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. આ સમગ્ર ઘટના બન્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજસિંહ સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ઘટના વિશે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. વાદળ ફાટવાની ઘટના આશરે 5.30 વાગ્યાની આસપાસ ગુફા નજીક બની હતી.
આ ઘટના બન્યા બાદ ગુફા નજીક મોટા પ્રમાણમાં પાણી વહેવા લાગ્યું હતું. ઘટના બન્યા બાદ ITBPના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. હજુ પણ કેટલા લોકો ગુમ છે તેની શોધખોળ ચાલુ છે અને કેટલાએ લોકો પાણીમાં ફસાયેલા છે તેના બચાવવાના કાર્યો ચાલુ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment