સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં શાળામાં સવારની પ્રાર્થના દરમિયાન રાષ્ટ્રગીત ગાતી વખતે એક વિદ્યાર્થીનીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
રાષ્ટ્રગીત ગાતી વખતે અચાનક જ વિદ્યાર્થીની ઢળી પડી હતી. ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલમાં ડોક્ટર દીકરીનો જીવ બચાવી શક્યા નહીં. ડોક્ટરનું કેવું છે કે વિદ્યાર્થીનીનો હોસ્પિટલ પહોંચી તે પહેલા જ જીવ ચાલ્યો ગયો હતો.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ ઘટના કર્ણાટકના ચામરાજનગરમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલી દીકરીની ઉંમર 16 વર્ષથી હતી અને તેનું નામ પેલિશા હતું. તે ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી.
શાળાના મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, આજરોજ સવારે શાળામાં સ્કૂલ મીટીંગ યોજાઇ રહી હતી, તમામ બાળકો રાષ્ટ્રગીત ગાઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ વિદ્યાર્થીનીની તબિયત બગડી ગઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીનીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે દીકરીનો જીવ બચાવવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ થોડીક વાર બાદ દીકરીનું મોત થઈ ગયું હતું.
ડોક્ટરના જણાવ્યા અનુસાર પ્રાથમિક દ્રષ્ટિએ દીકરીને કદાચ હાર્ટ એટેક આવ્યો હશે. હાલમાં તો દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ દીકરીના મોતનું સાચું કારણ જાણવા મળશે. આ ઘટના બનતા જ દીકરીના પરિવારજનો ઉપરાંત શિક્ષકો અને શાળાના બાળકોમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment