સુરતમાં હીરામાં નોકરી પર જતા યુવકને સિટી બસે કચડી નાખ્યો, યુવકનું કરુણ મૃત્યુ – બાળક જન્મે તે પહેલા પિતાની છત્રછાયા ગુમાવી…

ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં બનેલી એ તો ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં સીટી બસે વધુ એક યુવકનો જીવ લઈ લીધો છે. સુરતના રીંગરોડ માર્કેટ ખાતે રસ્તા પર એક સીટી બસે એક યુવકને કચડી નાખ્યો હતો.

જેના કારણે યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. યુવકના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જ્યારે આ ગંભીર અકસ્માતની ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

મૃતક યુવકની પત્નીને નવ માસનો ગર્ભ છે. બાળક જન્મે તે પહેલા પિતાની છત્રછાયા ગુમાવી. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સુરત રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટ પાસે એક બ્લુ સીટી યુવકને અડફેટેમાં લીધો હતો. જેના કારણે યુવકનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટના બનતા જ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. ત્યાં હાજર લોકોનું કેવું છે કે, યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બસે તેને અડફેટેમાં લીધો હતો. હાથમાં ટિફિન લઈને કામ પર જવા નીકળ્યો હતો.

ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો. યુવકના મૃત્યુના સમાચાર પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઘટનામાં 25 વર્ષો કિશન પટેલના નામના યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. કિશન પટેલના 10 મહિના પહેલા લગ્ન થયા હતા.

કિશન પટેલની પત્ની ને નવ માસનો ગર્ભ છે. કિશન પટેલ ડાયમંડમાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*