ગુજરાતમાં મા મેલડી ના અનેક તીર્થસ્થાનો આવેલા છે જ્યાં ભક્તો દેશ વિદેશથી આવી મા મેલડી ના દર્શન કરી ધન્ય બને છે. મા મેલડી પણ કોઈપણ ભક્તને નિરાશ થવા દેતી નથી અને તેમની તમામ મનોકામના પૂર્ણ કરે છે. દરેકમાં મેલડીના ભક્તોને અતુલ શ્રદ્ધા અને વિશ્વાસ છે.
આવું જ એક મા મેલડીનું મંદિર ગુજરાતના રાજકોટ શહેરમાં આવેલું છે જે રાજકોટથી સાત કિલોમીટર દૂર આવેલું છે. આપે અત્યાર સુધી એક મુખવાળા જ માં મેલડી ના દર્શન કર્યા છે. પરંતુ, અહીં બે મુખવાળામાં મેલડી બિરાજમાન છે જે આજે પણ આવા કળિયુગમાં હાજરાહજૂર છે અને તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
આ મંદિર સાથે ઘણા બધા ઇતિહાસો તથા વાતો જોડાયેલી છે. આ મંદિર રાજાશાહી સમયનું ઇતિહાસથી ભરેલું મંદિર છે. અહીં દર રવિવારે મંગળવારે તથા વાર તહેવારે ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે. આ મંદિર નો ઇતિહાસ જોઈએ તો 200 થી 300 વર્ષ પહેલા મેલડી માતા આ ગામમાં બિરાજમાન છે. તેમની સાત પેઢી માતાજીની સેવા કરતી આવે છે. આ મંદિરમાં હાલમાં સેવા કરનાર નવઘણભાઈ છેલ્લા 30 વર્ષ કરતાં પણ વધારેથી માં મેલડી ના મંદિરની સેવા કરે છે.
માં મેલડીએ અહીં અનેક ભક્તોને પરચા આપ્યા છે અને તેમની તમામ મનોકામના પણ પૂર્ણ કરી છે. અહીં દૂર દૂરથી લોકો માનતા માનવા આવે છે. આ મંદિરમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો પણ સેવા કરવા માટે આવે છે. અહીં કોઈ પણ જાતના ભેદભાવ રાખવામાં આવતા નથી આ મંદિરમાં ઘણા ઉત્સવો પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમાં સમગ્ર ગ્રામજનો તથા આસપાસના ગામ જનો અને દેશ વિદેશથી લોકો અહીં આવે છે.
આ સિવાય બરવાળા તાલુકા પાસે મંગલપુરા ગામમાં મા મેલડી બે મુખમાં દર્શન આપે છે આ મંદિર સાથે પણ અનેક વાતો તથા ઇતિહાસો જોડાયેલા છે જ્યાં મેલડી હાજરાહજૂર બિરાજમાન છે અને અનેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ત્યાંના મહંત એવા મનહર ભારતી બાપુ પણ ખૂબ જ દયાળુ સ્વભાવના છે ત્યાં પણ દર રવિવારે તથા મંગળવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે તેની સિવાય મલાતજ મેલડી માતાનું ભવ્ય મંદિર આવેલું છે જ્યાં પણ ભક્તો પોતાની શ્રદ્ધા તથા વિશ્વાસ લઇ માં મેલડી ના દર્શન કરવા માટે આવે છે અને માં મેલડી પણ કોઈ પણ ભક્તને નિરાશ થવા દેતી નથી