હાઈકોર્ટમાં સુનાવણી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને સંબોધન કર્યું છે જેમાં તેમને સરકારે કરેલી કામગીરી ગણાવી છે. ગુજરાતમાં કોરોનાવાયરસ ની પરિસ્થિતિ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત ની જનતાને સંબોધન કર્યું છે.
અને તેમાં તેમણે કહ્યુ છે કે વિશ્વભર માં કોરોના વાયરસ ના કેસ વધ્યા છે અને ગુજરાત માં પણ વધ્યા છે.ગુજરાત રાજ્યમાં લગ્ન માં વધુ માં વધુ 50 જ લોકોને ભેગા થવાની મંજૂરી આપવામાં આવશે.
મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરાત કરી હતી કે દરેક પ્રકાર ના જાહેર સંભારભ માં અને બર્થડે પાર્ટીઓ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.
એપ્રિલ અને મે મહિનામાં બધા જ તહેવારો ની ઉજવણી પર પ્રતિબંધ રહેશે.મુખ્યમંત્રી રૂપાણી એ કહ્યું કે અમદાવાદમાં બેડ ની સાથે ટેસ્ટ વધારવામાં આવ્યા છે.
અમદાવાદ એક માત્ર શહેર એવું છે કે જ્યાં જાહેર ડોમ ઉભા કરીને ટેસ્ટ કરવામાં આવ્યા છે.આજે એક લાખ 30 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
બેડ પણ વધારવામાં આવ્યા છે.સરકારે 15 દિવસ માં બેડ ની સંખ્યા વધારી છે અને આગામી દિવસોમાં પણ વધારવાના છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment