મુખ્યમંત્રી રૂપાણી એ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં 50 હજાર એકર બંજર જમીનને ખેતી લાયક બનાવી તેમાં બાગાયતી અને ઔષધિય પાકો લેવા લાયક બનાવવામાં આવશે.જેથી જમીન વધશે. રાજ્યમાં બાગાયતી તેમજ ઔષધીય પાકોની ખેતી ને વધુ પ્રોત્સાહન આપી.
ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં પગલા લેવાઈ રહ્યા છે.મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, 30 વર્ષની મુદત માટે સરકારી પડતર જમીનો બાગાયતી ઔષધીય પાકની ખેતી માટે લીઝ પર અપાશે. ભાડા પટ્ટા ની જમીન માટે પ્રથમ પાંચ વર્ષ સુધી કોઇ રેન્ટ ભાડું નહિ લેવાય.
પારદર્શી પદ્ધતિએ જમીન ફાળવણી માટે જમીનના બ્લોક ની યાદી આઇ ખેડૂત પોર્ટલ પર જાહેર કરવામાં આવશે.પ્રોજેક્ટ માટે લીઝ ધારકોને આધુનિક ટેકનોલોજી યુક્ત દ્વીપ સ્પિંકલાર કુંવારા પદ્ધતિ માટે પર્વતમાન ધોરણો મુજબ પાયોરિટીમાં સહાય અપાશે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી ખેડવાન ની સરકારી પડતર જમીનો ને લાંબાગાળાના લીઝ પર ફાળવી તેને ઉપજાઉ બનાવીને બાગાયતી અને ઔષધીય પાકોની ખેતી થી વધુ આવક મેળવવાનો અને.
આવા પાક ઉત્પાદન વેલ્યુ એડિશન થી એક્સપોર્ટ નિકાસનું પ્રમાણ વધારવા તથા રોજગાર ના નવા અવસરો સર્જવાનો આ મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન નો મુખ્ય ઉદ્દેશ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!