મુખ્યમંત્રી વિજય રૂપાણી તહેવારોની ઉજવણી ને લઈને લઈ શકે છે મોટા નિર્ણય, જાણો જલ્દી.

80

સમગ્ર દેશમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ હાહાકાર મચાવી દીધો હતો. ત્યારે ગુજરાતમાં પણ કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી અને કોરોના ની બીજી લહેર માં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

પરંતુ હાલમાં કોરોના ની સ્થિતિ ધીમે ધીમે કાબૂમાં આવી જાય છે અને રાજ્ય સરકાર ધીરે ધીરે અનલૉક પ્રક્રિયા તરફ આગળ વધી રહી છે. રાજ્યમાં મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે.

ત્યારે રાજ્ય સરકાર કેટલાક નવા નિયમો બહાર પાડી શકે છે હવે શ્રાવણ માસનો મહિનો શરૂ થયો છે અને શ્રાવણ માસમાં ઘણા બધા તહેવારો આવે છે તે વારો ને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે.

મળતી માહિતી મુજબ આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા તહેવારો ને લઈને નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી શકે છે. રાજ્યમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ ઓછું થઈ રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યુ ના સમયમાં પણ થોડીક રાહત આપી છે.

આ ઉપરાંત રાજ્ય સરકારે મોટા તીર્થધામે આરતીમાં દર્શનાર્થીઓને પ્રવેશ પર પ્રતિબંધ મૂકી શકે છે. મળતી માહિતી મુજબ આગામી સમયમાં એવા પણ નિર્ણય લઇ શકે છે.

કે ડાકોર, દ્વારકા, સોમનાથ જેવા મંદિરોમાં ટોકન પદ્ધતિથી પ્રવેશ મળે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત અંબાજીમાના મંદિરે ભાદરવી પૂનમનો મેળો યોજાતો હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા મેળા પર પ્રતિબંધ લગાવી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!