મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સ્કૂલો ખોલવા અંગે આપ્યું મોટું નિવેદન, જાણો વિગતે.

15

ગુજરાત રાજ્યમાં કોરોના ના કેસો સતત ઘટી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ચાલુ કરવાને લઈને તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ હાલમાં રાજ્યમાં શાળાઓ ખોલવામા અંગે કોઈપણ પ્રકારના નિર્ણય લેવામાં આવશે નહીં. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યમાં શાળાઓ શરૂ કરવા અંગે સ્પષ્ટતા કરી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે શિક્ષણ ચાલુ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ હાલમાં શાળાઓ ખોલવામા અંગે કોઈ ઉતાવળ કરવામાં આવશે નહીં. આગામી સમયમાં કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સલામતી રહે તે રીતે શાળાઓ શરૂ કરાશે.

આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કોરોના કેસ નું સતત અવલોકન કરવામાં આવશે તો સતત કોરોના ના કેસો ઘટી રહ્યા હશે તો સૌ પ્રથમ રાજ્ય માં કોલેજો ખોલવાની વિચારણા કરવામાં આવશે. ત્યાર પછી શાળાઓ ખોલવાની વિચારણા કરાશે.

કોરોના ની ત્રીજી લહેર દેશભરમાં બાળકો માટે ખૂબ જ ચિંતાજનક છે તે માટે સરકાર દ્વારા શાળા ખોલવાની લઈને કોઈ ઉતાવળ કરવામાં આવશે નહીં. આ ઉપરાંત સરકાર શાળાઓના સંચાલકો સાથે અનેક મુદ્દે ચર્ચા કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!