ગુજરાતમાં લોકડાઉન ના મુદ્દા ઉપર મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલનું મોટું નિવેદન…

Published on: 5:12 pm, Thu, 26 November 20

દિવાળી બાદ ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. તે માટે રાજ્ય સરકારે ગુજરાતના ચાર શહેરમાં રાત્રે કર્ફ્યુ લાગુ કર્યો હતો. રાજ્યમાં લોકડાઉન ઉપર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં થોડાક સમયમાં જ કોરોના પર કાબુ મેળવી લેવામાં આવશે. તે માટે સરકારે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે કોઇને ગભરાવાની જરૂર નથી. લોકોએ માસ્ક પહેરીને એસ.આર.પી નું પાલન કરવું પડશે.

આ ઉપરાંત રાજ્યમાં વેક્સિંગની ટ્રાયલ શરૂ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૦૦૦થી પણ વધારે લોકો પર વેક્સિંગની ટ્રાયલ કરવામાં આવી છે. વિજય રૂપાણીએ કહ્યું કે કેન્દ્ર સરકાર નક્કી કરશે તે પ્રમાણે આગળ વધવાનું રહેશે. હાલમાં રસીનું ચાર તબક્કામાં વિતરણ થઇ રહ્યું છે.

આ ઉપરાંત ગઈકાલે નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સોશિયલ મીડિયા પર એક નિવેદન આપ્યું હતું. સતત સોશિયલ મીડિયા પર ફરતા lockdown ના મેસેજ ને જોઈને નાયાબ મુખ્ય મંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજનાની જાહેરાત કરી હતી.

તેમને કહ્યું હતું કે આવા મેસેજ થી રાજ્યના મધ્યમ વર્ગની અને ગરીબ લોકોને ઘણી મુશ્કેલી પડે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!