ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ નું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યુ છે.કોરોના આંતક ને કારણે દરરોજ લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે વધતા જતા કોરોના ના સંક્રમણ ને કારણે ફરી રાજ્યમાં લોકડાઉન લાદવામાં આવે તેવી ચર્ચાઓ થઈ રહી છે.
આવી ચર્ચાઓ વચ્ચે કેટલાક લોકો શહેર છોડીને ગામડે જઇ રહ્યા છે. કોરોના મહામારી રીતે વધી રહી છે તે જોતાં સુરતના ડોક્ટરે પણ સરકારને લોકડાઉન ને લઈને વિનંતી કરી છે.
આ બાબત પર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે ઘણી વખત કહી ચૂક્યા છે કે લોકડાઉન ઉપાય નથી પણ હાલમાં જ આ લોકડાઉન લાદવાની અટકળો વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે.
વિજય રૂપાણીનું કહેવામાં આવ્યું છે, રાજ્યમાં અત્યારે લોકડાઉન ની કોઈ જરૂર નથી અને અગાઉના દિવસો દરમિયાન પરિસ્થિતિ ગંભીર ગણાશે તો લોકડાઉન લગાવવામાં આવશે.
કોરોના ની ગંભીર પરિસ્થિતિને જોતા સુરત ના ડોક્ટરએ એક અઠવાડિયા થી લઈને 10 દિવસ ના લોકડાઉન ની માંગ કરી છે.આ માગ રાજ્ય સરકાર પાસે કરવામાં આવી છે.
સુરતમાં કોઈ પણ ખાનગી હોસ્પિટલ માં વેન્ટીલેટર બેડ ની વ્યવસ્થા નથી અને જો આવી જ સ્થિતિ રહી તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. ડોક્ટરોનું કહેવું છે કે કોરોના ની ચેન તોડવા માટે લોકડાઉન ખૂબ જ જરૂરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment