ભારત બંધને લઈને મુખ્યમંત્રી રૂપાણી એ આપ્યું મોટું નિવેદન, બંધ ના નામે જો કોઈએ આવું કર્યું તો…

294

આજ રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જેમાં તેમણે ખેડૂત આંદોલન અને ભારત બંધ અંગે નિવેદન આપ્યું હતું. ભારત બંધ મુદ્દે ગુજરાતમાં પણ ખેડૂત આંદોલનને સમર્થન મળતા આખરે રૂપાણીએ કહ્યું કે,ખરેખરમાં આ આંદોલનમાં ખેડૂતોનું માત્ર નામ છે અને બાકી રાજકીય રીતે સમગ્ર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.આવતીકાલે ગુજરાતમાં બધું ચાલુ રહેશે અને બંધના નામે કાયદો અને વ્યવસ્થા બગાડનાર સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે.તેમને વધારે માં કહ્યું કે.

બંધ ના નામે કોઈ જો બળજબરીથી બંધ કરાવાશે તો તેની સામે કાયદાકીય પ્રક્રિયા થશે. ખેડૂતો ક્યાંય મેદાનમાં નથી અને આંદોલનમાં પણ નથી અને ખેડૂતોને અસંતોષ પણ નથી. દેખાડો કરવા માટે માત્ર બંધનું એલાન અપાયું છે.મુખ્યમંત્રી રૂપાણી એ કહ્યું કે ખેડૂતોનું ખાલી નામ છે મોદી સરકાર વિરુદ્ધ અસ્તિત્વ દેખાડવા માટે.

કોંગ્રેસ થી માંડીને વિરોધ પક્ષોએ એક થઈને ભારત બંધમાં જોડાયા છે. ખેડૂત આંદોલન માં ખેડૂત નેતાઓએ પણ અગાઉ કહ્યું હતું કે, અમે રાજકીય પક્ષોને આંદોલનમાં જોડીશું નહીં ત્યારે આ પક્ષો આંદોલનમાં કૂદી પડવા લાગ્યા છે.

મોદી સરકાર સામે દેખાડો કરવા માટે અને ખેડૂતોને ભડકાવવા માટે આ પ્રકારનું આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને મોદી સરકાર એમએસપી ના આધારે ખરીદી કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!