ગુજરાત રાજ્યમાં રાત્રી કર્ફ્યુ ને લઈને મુખ્યમંત્રી રૂપાણીએ આપ્યું મોટું નિવેદન, જો સ્થિતિ વણસી તો લેવાશે આ નિર્ણય.

206

કચ્છની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્યમાં દરરોજની સ્થિતિનું અવલોકન કરવામાં આવી રહ્યું છે. જો સ્થિતિ વણસી તો 20 શહેર ઉપરાંત પણ રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવશે. આ સાથે કચ્છને 2000 બેડ ની હોસ્પિટલ ફાળવશે તેની પણ જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહેલા જામનગર અને પછી કચ્છની મુલાકાતે હતા. રાજ્યના અલગ અલગ જિલ્લામાં મુખ્યમંત્રી દ્વારા સ્થિતિનું અવલોકન કરવામાં આવી રહ્યું છે.

કચ્છની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં દરરોજ ટેસ્ટિંગ વધારવામાં આવી રહ્યા છે અને ટેસ્ટિંગ વધતા કેસ નું પ્રમાણ પણ વધવાનું છે.

કચ્છમાં ટેસ્ટ વધારવાની સાથે 24 કલાકમાં તેનું પરિણામ આપવામાં આવશે જેના માટે નવું મશીન ભુજને આપવામાં આવ્યું છે.

સાથે જ કચ્છમાં 80 જેટલા વેન્ટીલેટર આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 91 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 5267 લોકોના મોત કોરોના ના કારણે થયા છે. ગઇકાલ કરતાં આજ રોજ કોરોના કેસ માં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે.

તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 304 લોકો વેન્ટીલેટર પર છે અને એક્ટિવ કેસનો આંકડો 55,398 પર પહોચ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!