કોરોના ના વધતા સંકટ વચ્ચે દિલ્હીમાં આજે ફરી એક વખત લોકડાઉન લગાવ્યું છે. મુખ્યમંત્રી કેજરીવાલે આ અંગે જાહેરાત પણ કરી છે અને મહત્વનું છે કે, દિલ્હીમાં હોસ્પિટલ, બેડસ અને ઓક્સિજન ની અછત સર્જાઈ છે. દિલ્હીમાં કોરોના નો કહેર વધી રહ્યો છે.
દિલ્હીમાં છ દિવસ માટે લોકડાઉન લગાવાયો છે અને આ અંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સત્તાવાર જાહેરાત કરી છે.આજે રાતે દસ વાગ્યાથી આગામી સોમવાર સવાર સુધી લોકડાઉન લગાવાશે.
લગ્નની સિઝન છે અને તેના સંબંધો તોડવા નથી માગતા પરંતુ 50 લોકો સાથે અને આ નાનું લોકડાઉન છે 6 દિવસ નું લોકડાઉન છે. તમારા આવવા જવામાં એટલા નો સમય ખરાબ થઈ જશે.
આને વધારવાની જરૂરરિયાત ન પડે અને તમે દિલ્હી માં રહો.આપણે સાથે મળીને મુશ્કેલી સામે લડીશું. હું તમારો સંપૂર્ણ ખ્યાલ રાખીશ.
કેજરીવાલે દિલ્હીની જનતાને સંબોધતા કહ્યું કે, જનતાના સહકાર વગર કોરોના ને રોકવો શક્ય નથી.જનતાનો સહયોગ જરૂરી છે.દિલ્હીમાં 1 લાખ થી વધુ ટેસ્ટ થઈ રહ્યા છે.
દિલ્હીમાં સૌથી વધુ ટેસ્ટ થઇ રહ્યાં છે. હાલ હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડ ની અછત આવી રહી છે.દરરોજ ના 25-25 હજાર દર્દીઓ આવી રહ્યા છે અમે કોરોના ના આંકડો છુપાવતો નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment