દેશની રાજધાની ગણાતી દિલ્હીમાં કોરોના નું સંક્રમણ બેકાબૂ થઈ ગયું હતું તે માટે વાયરસના સંક્રમણને રોકવા દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાત્કાલિક વિકેન્ડ કર્ફ્યુ કરવાનો લીધો નિર્ણય. આ વિક-એન્ડ કર્ફ્યુ લાગુ શુક્રવારના રોજ રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી દિલ્હી શહેરમાં વિકએન્ડ કર્ફ્યુ લાગુ રહેશે.
વિકએન્ડ કર્યું એલાન સરકાર દ્વારા દિલ્હી શહેરમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કર્ફ્યુ દરમિયાન શહેરમાં જરૂરી સેવાઓ ચાલુ રાખવામાં આવશે જ્યારે જિમ, મોલ, થિયેટર, અને ઓડિટોરિયમ બંધ કરી દેવામાં આવશે.
આ સિવાય જે ઘરમાં લગ્નપ્રસંગ હશે તે ઘરના લોકોને કર્ફ્યુ પાસ આપવામાં આવશે. વીકેન્ડ પર પૂરો થાય ત્યારબાદ સિનેમાહોલ ને છૂટ આપવામાં આવશે પરંતુ સમગ્ર સિનેમા હોલમાં 30% કેપીસીટિ રાખી શકશે.
અને કોરોના તમામ નિયમોનું પાલન કરીને સિનેમા હોલ ને છૂટ આપવામાં આવશે.અરવિંદ કેજરીવાલનો દાવો છે કે દિલ્હીમાં હોસ્પિટલની કોઈપણ પ્રકારની અછત નથી અને દિલ્હીમાં હજુ સુધી 5000 બેડ ખાલી પડયા છે.
અને કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને આ બેડ ની સંખ્યા હજુ વધારવામાં આવશે. દિલ્હીમાં અમુક હોસ્પિટલમાં જ કોરોના દર્દી થી બેડ ફુલ થઇ ગયા છે.
દેશમાં અત્યાર સુધી 1,40,74,564 કોરોના ના કેસ નોંધાયા છે. તેમાં ડિસ્ચાર્જ ની સંખ્યા 24,29,564 લોકો કોરોના માંથી ડિસ્ચાર્જ થયા છે.
અત્યારે દેશમાં કુલ એક્ટિવ કેસ 14,71,877 છે અને દેશમાં કુલ મૃત્યુનો આંકડો 1,73,121 લોકો કોરોના થી મૃત્યુ પામ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment