અમરેલી ના SP નિલિપ્ત રાય ને ખુલ્લો પડકાર ફેંકનાર છત્રપાલ વાળા નો પહેલા પણ એક વિડીયો સામે આવ્યો હતો તો ફરી એકવાર બીજો એક વિડીયો સામે આવ્યો છે. ત્યારે હવે આ છત્રપાલ વાળાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ધડાધડ વાયરલ થઇ રહ્યો છે.
જેમાં તે એક સામાન્ય વ્યક્તિને દાદાગીરી કરતો નજરે પડી રહ્યો છે.અમરેલીના એસ પી નિલિપ્ત રાય વિરુદ્ધ પડકાર કરનાર અને અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે નામ ચડેલ છત્રપાલ વાળાનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ વિડીયોમાં તે કોઈ વ્યકિત સામે દાદાગીરી કરતો જોવા મળી રહો છે.વિડીયોમાં છત્રપાલ વાળા પોતે ખુદને ગુજરાતનો બાપ હોવાનું કહી રહ્યો છે.
જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. છત્રપાલ વાળા ખુદને ગુજરાતનો બાપ સમજીને સામે વાળા વ્યક્તિ સામે પુરા જોશ માં દાદાગીરી કરતો જોવા મળી રહો છે.
આ અગાઉ વાયરલ થયેલી ત્રણ મિનિટની ઓડિયો ક્લિપમાં છત્રપાલ વાળા પેટ્રોલપંપના માલિક હિતેષભાઈ સાથે વાતચીત કરી રહ્યો છે અને કહી રહ્યો છે
કે, જેમાં અમરેલી એસપી અને સાંસદ નારણ કાછડિયાના નામોનો ઉલ્લેખ કરી બેફામ વાણીવિલાસ કરતો દેખાઈ રહ્યો છે. સાથે જ છત્રપાલ વાળાએ પોતાને અમરેલીનો બાપ ગણાવ્યો હતો અને દસ લાખની માંગણી કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment