ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ ની શક્યતા, આ તારીખે પડી શકે છે વરસાદ.

120

સતત બે વર્ષથી રાજ્યમાં ચોમાસા દરમિયાન સામાન્ય કરતા 30 થી 35 ટકા વધુ વરસાદ નોંધાયા બાદ ચાલુ વર્ષે ફરી એકવાર રાજ્યમાં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે એટલે કે આ વર્ષે રાજ્યમાં 800 મિલીમીટર થી લઇ 1000 મિલીમિટર વચ્ચે વરસાદ નોંધાઇ તેવી શક્યતા છે.

આજે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 7 થી 14મી મે વચ્ચે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. પ્રી મોન્સુન એક્ટિવિટી ના ભાગરૂપે વરસાદ પડવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર મધ્ય માં વરસાદ વરસી શકે છે. હવામાન એક્સપર્ટ જણાવ્યા મુજબ આ વર્ષે 26 થી 29 મે વચ્ચે કેરળ માં ચોમાસુ સક્રિય થવાની શક્યતા છે.

કેરળમાં ચોમાસુ સક્રિય થયા બાદ લગભગ એક અઠવાડિયા પછી પ્રિ મોન્સુન એક્ટીવિટી ગુજરાતમાં શરૂ થાય છે અને 15 જૂન સુધી ચોમાસુ શરૂ થતું હોય છે.

આ વર્ષે પણ નિર્ધારિત સમય મુજબ રાજ્ય માં 15 જૂન ની આસપાસ વરસાદ શરૂ થવાની સામે અમદાવાદમાં 20 થી 25 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થવાની શકયતા છે.

ઉત્તરગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ તેમજ પ્રિ મોન્સુન એક્ટિવિટીના ભાગરુપે શનિવાર અને રવિવારે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ પવન સાથે વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે.

આ સમય દરમિયાન 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સાથે દક્ષિણ ગુજરાતના ડાંગ,તાપી તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને અમરેલી ખાતે વરસાદ નોંધાઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!