મહિલાઓ ઘરની બહાર નીકળતા પહેલા આ વિડીયો જરૂર જોઈ લેજો..! વડોદરામાં એકટીવા પર સવાર મહિલા સાથે ધોળા દિવસે એવી ઘટના બની કે…

Published on: 4:34 pm, Mon, 8 May 23

વડોદરા(Vadodara): શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં વડોદરામાં બનેલી એક ચેઈન સ્કેચિંગની(Chain sketching) ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બાઈક પર સવાર બે આરોપીએ એકટીવા સવાર મહિલાનો જીવ જોખમમાં નાખીને મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ખેંચીને ભાગી ગયા હતા. ત્યારબાદ મહિલાએ બાઈકસવાર લૂંટારાનો પીછો કર્યો હતો.

પરંતુ લુંટારાઓ ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા હતા. આ સમગ્ર ઘટનાના એક સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ સમગ્ર બનાવ બન્યા બાદ ભરી લાય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે બંને લુટારાઓને ઝડપી પાડવાની કામગીરી શરૂ કરી દીધી છે.

ધોળા દિવસે બનેલી આ ઘટનાના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ બનાવનો ભોગ બનેલી મહિલાનું નામ નિમિષાબેન હતું. સમગ્ર ઘટના બન્યા બાદ નિમિષાબેને જે.પી રોડ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. તેમને ફરિયાદમાં જણાવ્યું છે કે, હું અક્ષર ચોક વિસ્તારમાં આવેલી કૈલાશ પાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહું છું.

રવિવારના રોજ સાંજના સમયે મારા પતિ અને હું મારા ઘરેથી એકટીવા લઈને મારા ફુવા નું મરણ થયું હોવાથી મુજમહુડા ગયા હતા. ત્યારબાદ સાંજના પાંચ વાગ્યાની આસપાસ હું એકલી મારી એકટીવા લઈને સન ફાર્મા રોડ થઈ હીરાનગર સોસાયટીના કટથી પરત મારા ઘરે કૈલાશ પાર્ક જાઇ રહી હતી.

આ દરમિયાન રસ્તામાં બે અજાણ્યા શકશો બાઈક લઈને મારી પાસે પહોંચ્યા હતા. ત્યાર પછી મારા ગળા માંથી સોનાની ચેઇન ખેંચીને તે લોકો ફરાર થઈ ગયા હતા. નિમિષાબેનના જણાવ્યા અનુસાર બંને બાઈક સવાર યુવકો ઓપી રોડ તરફ ભાગ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by OUR VADODARA™ (@ourvadodara)

મેં તેમનો પીછો કર્યો પરંતુ તેઓ ભાગવામાં સફળ રહ્યા હતા. આરોપીઓ નિમિષાબેનની દોઢ તોલાની સોનાની ચેઇન ચોરી ગયા છે. તેની કિંમત અંદાજે 50000 રૂપિયા જેટલી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ એ સીસીટીવી ફૂટેજ ના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો