વડોદરામાં કોરોના કેસ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને મૃત્યુ પામનાર દર્દીની સંખ્યામાં પણ વધારો થઈ રહો છે.એક સમશાનમાં 13 થી 15 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાઈ રહ્યા છે. તેવા ચાર સ્મશાનમાં આવી સ્થિતિ હોય તો લગભગ 35 થી 40 ની મુતદેહો અંતિમ વિધિ થતી હોય તે વાત ગંભીર જણાઈ રહી છે.વડોદરા શહેરમાં કોરોના દર્દીની સંખ્યા 10 હજારને પાર પહોંચી ગઈ છે. અત્યાર સુધી શહેરમાં કોરોના કુલ 171 મૃત્યુઆંક નોંધાયો છે.
રોજ ને રોજ કોરોના ને કારણે મોતને ભેટી રહેલા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.અગાઉ વડોદરા શહેરમાં કોરોના થી મૃત્યુ પામનાર દર્દીને સગડીમાં અંતિમ વિધિ કરવામાં આવતી હતી પરંતુ તેમાં ખામી સર્જાતા લાકડા અને છાણાનો ઉપયોગ કરીને મૃતકોની અંતિમ વિધિ કરવામાં આવે છે.
જેના કારણે એક ની અંતિમવિધિ માટે બે કલાકનો સમય નીકળી જતા બાકીના મૃતદેહની અંતિમ ક્રિયા કરવા માટે તેને બે કલાક વેઇટિંગમાં રહેવું પડે છે.
મીડિયારિપોર્ટના અહેવાલ મુજબ 35 થી 40 મૃતકો ની અંતિમ વિધિ કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment