ધોરણ 11 ની પરીક્ષા આપીને પરત ફરી રહેલા એક વિદ્યાર્થીને કારે લીધો અડફેટેમાં, વિદ્યાર્થીનું કરૂણ મૃત્યુ…

63

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે નડિયાદની એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર નડિયાદ માં મશીને બ્રિજ પર એક યુવકનું અકસ્માતમાં મૃત્યુ થયું છે.

આ અકસ્માતમાં 16 વર્ષના વિદ્યાર્થી નું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થી પરીક્ષા આપીને ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે બ્રિજ ઉપરના ટર્ન પાસે પસાર થતી વખતે એક કારચાલકે વિદ્યાર્થીને અડફેતેમાં લીધો હતો.

આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને કારચાલકની વિરુદ્ધમાં ફરિયાદ નોંધી હતી. મળતી માહિતી અનુસાર નડિયાદના પવનચક્કી રોડ પર મારુતિ નગરમાં રહેતા અંશ ગોહેલ ગઈકાલે ધોરણ 11 ની પરીક્ષા આપવા માટે સંત અન્ના ગયો હતો.

અને જ્યાંથી તે પેપર આપીને ઘરે પરત આવી રહ્યો હતો. ત્યારે સવારના 10:30 વાગ્યાની આસપાસ મિશન બ્રિજ થી પસાર થઇ રહ્યો હતો ત્યારે મિશન તરફ ઉત્તર ઢાળની આગળના વળાંક પાસે સામેથી આવતી GJ 07 DE 1010 નંબરની કારે અંશની એક્ટિવાને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જબરદસ્ત હતી કે અંશ એકટીવા સાથે વડની બાજુના ડિવાઈડર અને સેફટી વોલની વચ્ચે જઈને પડ્યો હતો. ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીને 108 સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંશનું કરૂણ મૃત્યુ થયું છે.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આ સમગ્ર ઘટનાને લઈને અંશના પિતા અશ્વિન ભાઈ કહાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે અને કાર ચાલકની શોધખોળ પણ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!