આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એક અતી મહત્વપૂર્ણ ઘોષણા કરતા જણાવ્યું કે ગુજરાતની રાજનીતિમાં પહેલીવાર થઈ રહ્યું છે કોઈ પાર્ટી ચૂંટણીના ત્રણ-ચાર મહિના પહેલા જ પોતાના ઉમેદવારો ઘોષિત કરી રહ્યા છે અને આજનો દિવસ ગુજરાત માટે ઐતિહાસિક દિવસ છે. ગુજરાતની જનતા મજબૂત અને ઈમાનદાર વિકલ્પની રાહ જોઈ રહી છે
અને વિકાસ આ વિધાનસભા ચૂંટણીમાં અને આમ આદમી પાર્ટીના સ્વરૂપમાં મળ્યો છે તેવું ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું.પવિત્ર શ્રાવણ માસમાં પવિત્ર નાગ પંચમી નિમિતે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે અને જે રીતે ગુજરાતમાં વર્ષોથી ભાજપ અને કોંગ્રેસની તાનાશાહીથી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એની સામે ઈમાનદારીથી અને દેશ પ્રેમથી આમ આદમી પાર્ટી લડવા તૈયાર છે
તેવું ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું હતું.આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં તથા રાજ્ય સભા સાંસદ અને ગુજરાત પ્રભારી સંદીપ પાઠકના સહયોગથી અને ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ તથા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી તથા પાર્ટીના તમામ સાથીઓના સહકારથી પહેલી યાદી બનાવવામાં આવી છે.
આપને જણાવી દે કે સોમનાથ વિધાનસભા થી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ જગમાલભાઇ વાળા ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જ્યારે આદિવાસી સમાજના લીડર અને આદિવાસી સમાજના મુદ્દાઓની લડત ચલાવી અર્જુનભાઈ રાઠવા ને છોટે ઉદેપુર વિધાનસભામાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગરભાઇ રબારીને બેચરાજી વિધાનસભામાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે ત્યારે રાજકોટ ગ્રામ્ય વિધાનસભામાંથી પ્રદેશ સંગઠન મંત્રી
વશરામભાઈ સાંગઠીયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે ત્યારે કામરેજ વિધાનસભામાંથી યુવાન અને ક્રાંતિકારી વિચારો વાળા રામ ધડુકને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે ત્યારે ગારીયાધાર વિધાનસભામાંથી મહાદાનવીર સુધીરભાઈ વાઘાણી ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે ત્યારે રાજેન્દ્રભાઈ સોલંકીને બારડોલી વિધાનસભામાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે અને ઓમ પ્રકાશ તિવારીને અમદાવાદની નરોડા બેઠક ઉપરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment