વેરાવળમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. વેરાવળમાં સેવાભાવી અને નામ ધરાવતા લોહાણા સમાજના ડોક્ટર અતુલ ચગે પોતાની જ હોસ્પિટલના ઉપરના માળે આવેલા મકાનમાં પંખા પર લડકીને ગળાફાંસો ખાઈ લીધો હતો. મળતી માહિતી અનુસાર ડોક્ટર અતુલ દરરોજ 11:00 વાગે નીચે આવતા હતા,
પરંતુ 12 ફેબ્રુઆરીના રોજ ડોક્ટર અતુલ 11 વાગી ગયા છતાં પણ નીચે ન આવ્યા, જેના કારણે હોસ્પિટલનો સ્ટાફ ડોક્ટરને બોલાવવા માટે ઉપર ગયો હતો. આ દરમિયાન સ્ટાપે ગળાફાંસો ખાધેલી હાલતમાં ડોક્ટર અતુલનું મૃતદેહ જોયું હતું. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે આજરોજ પરિવારજનો દ્વારા ડોક્ટર અતુલની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા. મળતી માહિતી અનુસાર શનિવારના રોજ રાત્રિના સમયે ડોક્ટર અતુલભાઇ સુસાઇડ નોટ લખીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવ્યું હતું.
મૃત્યુ પહેલા લખેલી સુસાઇડ નોટમાં ડોક્ટર અતુલએ માત્ર એક જ લાઈન લખી હતી. જેમાં તેમને રાજકીય નેતા રાજેશભાઈ ચુડાસમા તથા નારણભાઈના નામ લખ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઇડ નોટ ના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાણાકીય લેવડદેવડના કારણે કોઈ ચિંતા હોવાના કારણે ડોક્ટર અતુલે આ પગલું ભર્યું છે તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.
આજરોજ સવારે પરિવારજનો દ્વારા ડોક્ટર અતુલની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ડોક્ટર અતુલ મૃત્યુ તથા આજે તેમની હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અંતિમ વિદાય વખતે ડોક્ટર અતુલના પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment