ભારતમાં અનેક દેવી-દેવતાઓના ચમત્કારી મંદિરો આવેલા છે. ત્યારે આજે આપણે હનુમાનદાદાના એક અનોખા ચમત્કારી મંદિર વિશે વાત કરવાના છીએ. કહેવાય છે કે, આ મંદિરે હનુમાનજીના દર્શન કરવાથી તૂટેલા હાડકા જોડાઈ જાય છે અને દર્દમાંથી છુટકારો મળે છે.
આ ચમત્કારી મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો હનુમાનદાદાના દર્શન કરવા માટે આવે છે. તો ચાલો જાણીએ આ મંદિર ક્યાં આવેલું છે અને મંદિરનો શું છે ચમત્કાર. હનુમાન દાદાનું આ ચમત્કારી મંદિર મધ્યપ્રદેશના કટ શહેર પાસે આવેલું છે.
અહીં બિરાજમાન હનુમાન દાદા તેમના ભક્તોના તૂટેલા હાડકા જોડી દે છે. જેથી ડોક્ટર હનુમાનજી ના નામે પણ આ મંદિરને ઓળખવામાં આવે છે. કહેવાય છે કે, કોઈ પણ ભક્તો અહીં હનુમાનજીના દર્શન કરવા માટે આવે અને તે હનુમાન દાદાની પ્રસાદ સ્વીકારે એટલે તેના ટુટેલા હાડકા જોડાઈ જાય છે અને તેને દર્દમાંથી પણ છુટકારો મળે છે.
જે દર્દીઓનો ડોક્ટર પણ ઈલાજ કરી શકતા ન હોય, તે લોકો અહીં સાચા મનથી હનુમાનજીની શ્રદ્ધા રાખે અને તેમનો પ્રસાદ લે એટલે તેમના હાડકા પણ જોડાઈ જાય છે.
આ મંદિર મધ્યપ્રદેશના કટથી 35 km દૂર આવેલું છે. દરરોજ અહી મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા માટે આવે છે. અત્યાર સુધીમાં અહીં આવતા ઘણા ભક્તો સાજા થઈ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment