જણાવી દઈએ કે, કુબેર ભંડારી રાવણના મોટા ભાઈ છે. દુનિયામાં એક માત્ર આ મંદિર છે. કહેવાય છે કે, સળંગ 5 અમાસ ભરવાથી મનોકામના પૂરી થાય છે. કુબેર ભંડારી દેવોના ખજાનચી કહેવાય છે. કુબેરેશ્વરની પાસે જ શાલીગ્રામ રૂપે સ્વયં વિષ્ણુભગવાન મંદિરમાં બિરાજમાન છે.
મહાદેવના વરદાનથી કુબેરેશ્વર તરીકે કુબેરેશ્વર ભંડારી પૂજાય છે. અહી એવી માન્યતા છે કે, લગ્ન પ્રસંગમાં રસોડું શરૂ કરતાં પહેલાં ત્યાં કુબેરનો દીવો પ્રગટાવવામાં આવે છે. જેથી અહી ભંડાર ખૂટતો નથી.
નર્મદા કિનારે ભવ્ય મંદિર, મંદિરના ગર્ભગૃહમાં અખંડ દીપ, નર્મદા નદીમાં સ્નાન, નર્મદા નદીમાં બોટમાં ફરવાની મજા, મંદિરના સભાખંડમાં બેસીને જાપ કરવા.